+

West Bengal વિધાનસભામાં પેશ થયું બજેટ, વિપક્ષને મમતાએ સંભળાવી ખરી ખોટી

West Bengal: પશ્ચિમ બંગાળની વિધાનસભામાં આજે રાજ્ય સરકાર વર્ષ 2024-25 નું બજેટ પેશ કરી રહી છે. આ દરમિયાન સદનમાં વિપક્ષી પાર્ટી બીજેપી અને વામ દળને હંગામો મચાવ્યો હતો. સદનમાં નાણાં…

West Bengal: પશ્ચિમ બંગાળની વિધાનસભામાં આજે રાજ્ય સરકાર વર્ષ 2024-25 નું બજેટ પેશ કરી રહી છે. આ દરમિયાન સદનમાં વિપક્ષી પાર્ટી બીજેપી અને વામ દળને હંગામો મચાવ્યો હતો. સદનમાં નાણાં રાજ્ય મંત્રી ચંદ્રિમાં ભટ્ટાચાર્ચ બજેટ રજૂ કરી રહ્યા હતા.ત્યારે વિધાનસભાની અંદર નારેબાજી થવા લાગી હતી. ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જી ગુસ્સે થઈ ગયા હતાં. આ સાથે તે પોતાની સીટ પર ઊભા થઈ ગયા અને વિપક્ષ પર કટાક્ષ કરી કહ્યુ કે, ‘તમે લોકો બજેટ રજૂ નથી કરવા દેતા ધિક્કાર છે તમારા પર. તમે બંગાળ અને બંગાળી વિરોધી લોકો છો.’

બંગાળ પર કેન્દ્રનું રૂ. 1.18 લાખ કરોડનું દેવું: વિત્ત મંત્રી

વિધાનસભામાં બજેટ પેશ કરતી વખતે નાણાં મંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્ય એ કહ્યુ કે, બંગાળ પર કેન્દ્રનું રૂ. 1.18 લાખ કરોડનું દેવું છે, જેને લઈને હંગામો થઈ ગયો હતો. બંગાળ સરકારે બજેટમાં લોકસભા ચૂંટણી પહેલા મહિલાઓને મળવા વાળા લક્ષ્મી ભંડારમાં વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. આને સીએમ બેનર્જીનું લોકપ્રિય બજેટ માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં મહિલા વોટની સંખ્યા ખુબ જ વધારે છે, જેને ધ્યાને રાખીને મમતા સરકારે મોટો નિર્ણય કર્યો છે. બંગાળમાં મહિલા વોટની સંખ્યા 49 ટકા છે.

કર્મચારીઓ માટે વધારાના 4% DAની જાહેરાત

West Bengal સરકારે રાજ્યના બજેટમાં મે 2024માં રાજ્ય સરકારના કર્મચારીઓ માટે વધારાના 4% DAની જાહેરાત કરી. સાથે સાથે બજેટમાં કામદારો માટે રાજ્ય સરકારે 100 દિવસના બાકી ચૂકવવા માટે 3700 કરોડ રૂપિયા ફાળવ્યા છે. એક વર્ષથી વધુ સમયથી કેન્દ્રીય ફાળવણીના સસ્પેન્શનને પહોંચી વળવા માટે રાજ્ય તેના કામદારોને 100 દિવસના કામ માટે બાકી વેતન ચૂકવશે. અકુશળ કામદારોની લોન ચૂકવવા માટે ઓછામાં ઓછા રૂ. 3000 કરોડની ફાળવણી કરવામાં આવશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: LOK SABHA ELECTION પૂર્વે રાહુલ ગાંધીએ PM મોદી વિરુદ્ધ શરૂ કરી CASTE પોલિટિક્સ

Whatsapp share
facebook twitter