+

BIG NEWS: સુપ્રીમમાં NEET ની પરીક્ષા ફરી લેવામાં આવશે, આ વિદ્યાર્થીઓએ આપવી પડશે પરીક્ષા

નવી દિલ્હી : NEET Controversy News Live : NEET કેસમાં હવે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન NTA દ્વારા માહિતી આપી છે કે, તેઓ 1563 વિદ્યાર્થીઓના…

નવી દિલ્હી : NEET Controversy News Live : NEET કેસમાં હવે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન NTA દ્વારા માહિતી આપી છે કે, તેઓ 1563 વિદ્યાર્થીઓના ગ્રેસ માર્ક રદ્દ કરી રહ્યા છે. તેઓ 1563 વિદ્યાર્થીઓના ગ્રેસ માર્ક રદ્દ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ માટે પુન:પરીક્ષાનું આયોજન કરશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અરજદારે તમારી વાતનો સ્વીકાર કર્યો છે. તેઓ ગ્રેસ માર્ક દૂર કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, જે વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ મળ્યા છે અને તેને સામેલ કરવામાં આવશે. આ ઉપરાંત NTA આ વિદ્યાર્થીઓને એક વિકલ્પ આપ્યો છે તેઓ કાં તો NEET માં હાજર થઇ શકે છે અથવા ગ્રેસ માર્ક્સ વિના માર્કશીટ સાથે NEET UG કાઉન્સિલ હાજર થઇ શકે છે.

1563 વિદ્યાર્થીઓએ ફરી પરીક્ષા આપવી પડશે

NTA એ જણાવ્યું કે, 23 મી જુને ફરીથી પરીક્ષા (1563) થશે ત્યાર બાદ કાઉન્સેલિંગ થશે. NTA એ કહ્યું કે, ત્રીજી અરજીમાં પેપર લીકનો મામલો સુપ્રીમ કોર્ટ સમક્ષ નથી. NTA જણાવ્યું કે, પરિણામ 30 જૂન પહેલા આવી શકે છે. NTA સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, NEET UG ની પરીક્ષા આપતા સમયે સમયની ખોટની ભરપાઇ કરવા માટે 1563 થી વધારે ઉમેદવારોના પરિણામોની સમીક્ષા કરવા માટે એખ સમિતીની રચના કરવામાં આવી છે. જેમને ગ્રેસ માર્ક્સ અપાયા હતા. સમિતીએ 1563 NEET UG 2024 ઉમેદવારોના સ્કોરકાર્ડ રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. જેમને ગ્રેસ માર્ક્સ અપાયા હતા. આ વિદ્યાર્થીઓને ફરી પરીક્ષાનો વિકલ્પ અપાશે. આ પરીક્ષાનું પરિણામ 23 જૂને લેવાશે અને 30 જૂન પહેલા પરિણામ જાહેર કરાશે.

પરીણામોમાં અનેક ગુંચવાડા પેદા થયા હતા

અત્રે ઉલ્લેખનીય છે કે, નીટની પરીક્ષાના પરિણામોમાં આ વખતે અનેક ગુંચવાડા પેદા થયા છે. જેના કારણે વિદ્યાર્થીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરવામાં આવી છે. જેમાં ગ્રેસ માર્ક રદ્દ કરવાથી માંડીને ફરી પરીક્ષાનું આયોજન કરવા સુધીની અનેક માંગણીઓ કરવામાં આવી છે. જો કે સુપ્રીમ કોર્ટે પરીક્ષા પર સ્ટેનો તો ઇન્કાર કરી દીધો છે પરંતુ હાલ સુનાવણી ચાલી રહી છે. ન્યાયમૂર્તિ વિક્રમ નાથની આગેવાનીમાં બનેલી બેન્ચે આ અંગે આકરૂ વલણ પણ અપનાવ્યું છે.

Whatsapp share
facebook twitter