Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

BSE Market Cap: સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારે ઈતિહાસ રચીને રોકાણકારોને કર્યા ધનવાન

06:05 PM May 22, 2024 | Aviraj Bagda

BSE Market Cap: ભારતીય શેરબજારે વધુ એક ઈતિહાસ રચ્યો છે. આજરોજ BSE Market Cap પહેલીવાર 5 ટ્રિલિયન ડોલરના આંકડાને પાર કર્યો છે. જોકે આ પહેલા વિશ્વના 4 દેશએ આ આંકડો પાર કર્યો છે. તો આ સાથે ભારત વિશ્વનો પાંચમો એવો દેશ બન્યો છે. જેણે આ આંકડો પાર કર્યો હોય. આ પહેલા અમેરિકા, ચીન, જાપાન અને હોંગકોંગે આ સિદ્ધી મેળવી છે.

  • ભારતીય શેરબાજારે વધુ એક સિદ્ધિ મેળવી

  • BSE Market Cap 5 ટ્રિલિયન ડોલરના આંકડાને પાર

  • માર્કેટ કેપમાં રિલાયન્સ અને SBI ની મહત્વની ભૂમિકા

લોકસભા ચૂંટણી 2024 ના સમયગાળાની વચ્ચે ભારતીય શેરબજાર એક જ ઝાટકે અમેરિકા, ચીન, જાપાન અને હોંગકોંગની લાઈનમાં આવી ગયું છે. આજરોજ BSE Market Cap 5 ટ્રિલિયન ડૉલરના સ્તરે પહોંચવું એ પોતાનામાં જ રોમાંચક છે. 29 નવેમ્બર, 2023 ના રોજ BSE Market Cap 4 ટ્રિલિયનના સ્તરે પહોંચી ગયો હતો.

આ પણ વાંચો: IndiGo ફ્લાઈટમાં પણ ટ્રેન જેવી હાલત, પેસેન્જરને ઉભા-ઉભા કરવી પડી મુસાફરી…!

ટાટા કન્ઝ્યુમર્સના શેરમાં ત્રણ ટકાનો વધારો

તો આજરોજ સ્થાનિક શેરબજારમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. જો કે બજારમાં ઉછાળા સાથે સેન્સેક્સ 267.75 (0.36%) પોઈન્ટ મજબૂત થઈને 74,221.06 પર બંધ થયો હતો. બીજી તરફ Nifty 68.75 (0.31%) પોઈન્ટ વધીને 22,597.80 પર બંધ થયો હતો. આજરોજ ટ્રેડિંગ સેશન દરમિયાન સિપ્લા અને ટાટા કન્ઝ્યુમર્સના શેરમાં ત્રણ ટકાનો વધારો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: Cryptocurrency: Bitcoin71000 ડોલરને પાર,જાણો ઉછાળાનું કારણ

માર્કેટ કેપમાં રિલાયન્સ અને SBIની મહત્વની ભૂમિકા

બોમ્બે સ્ટોક એક્સચેન્જના માર્કેટ કેપમાં વધારો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. જેમાં મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝથી લઈને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)નો સમાવેશ થાય છે. બજાર મૂલ્યની વાત કરીએ તો હાલમાં રિલાયન્સનું માર્કેટ કેપ રૂ. 19.74 લાખ કરોડ, TCS Market Cap રૂ. 13.85 લાખ કરોડ, HDFC બેન્કનું રૂ. 11.07 લાખ કરોડ, એરટેલનું રૂ. 7.95 લાખ કરોડ, ICICI બેન્કનું રૂ. 7.79 લાખ કરોડ છે.

આ પણ વાંચો: Stock Market : ભારતીય શેરબજારમાં મિશ્રપ્રતિસાદ, નિફ્ટી ગ્રીન ઝોનમાં બંધ