+

બ્રિજ ભૂષણની 9 જૂન સુધીમાં ધરપકડ થવી જોઈએ, ખેડૂત નેતા ટિકૈતની ચેતવણી

ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ વિરુદ્ધ કુસ્તીબાજોના આંદોલનને ખેડૂતોએ સંપૂર્ણ સમર્થન આપ્યું છે. ખેડૂતોએ તેમના સમર્થનમાં શુક્રવારે કુરુક્ષેત્રમાં મહાપંચાયતની બેઠક યોજી હતી. આ દરમિયાન ખેડૂત નેતા રાકેશ ટિકૈતે મોટી જાહેરાત કરી…

ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ વિરુદ્ધ કુસ્તીબાજોના આંદોલનને ખેડૂતોએ સંપૂર્ણ સમર્થન આપ્યું છે. ખેડૂતોએ તેમના સમર્થનમાં શુક્રવારે કુરુક્ષેત્રમાં મહાપંચાયતની બેઠક યોજી હતી. આ દરમિયાન ખેડૂત નેતા રાકેશ ટિકૈતે મોટી જાહેરાત કરી છે.

તેમણે કહ્યું- સરકારે કુસ્તીબાજોની ફરિયાદોનું નિરાકરણ કરવું જોઈએ. તેમજ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ થવી જોઈએ. અમે તેની ધરપકડથી ઓછું કોઈ સમાધાન નહીં કરીએ. જો આમ નહીં થાય તો અમે 9 જૂને કુસ્તીબાજો સાથે દિલ્હીના જંતર-મંતર પર જઈશું. ખાપ નેતાઓએ ચેતવણી આપી છે કે જો તેમને જંતર-મંતર પર બેસવા દેવામાં નહીં આવે તો આંદોલનની જાહેરાત કરવામાં આવશે.

શામલીમાં 11 જૂને મહાપંચાયત યોજાશે

અમે ઈચ્છીએ છીએ કે ખેલાડીઓ વિરુદ્ધ નોંધાયેલા કેસ રદ કરવામાં આવે. આ મુદ્દો વાતચીત દ્વારા ઉકેલવો જોઈએ. હવે 11 જૂને શામલીમાં મહાપંચાયત થશે. ટિકૈત વધુમાં કહ્યું કે, સરકારને તક આપવામાં આવશે. મહિલા કુસ્તીબાજોના સંબંધીઓને ધમકીઓ આપવામાં આવી રહી છે. સરકારે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ. વાટાઘાટો દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ.

ખેડૂતો કાર્યવાહી માટે રાષ્ટ્રપતિને મળશે

અગાઉ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ગુરુવારે મુઝફ્ફરનગરના સોરમમાં આયોજિત ખાપ મહાપંચાયતમાં કહ્યું હતું કે ખાપ મહાપંચાયતના સભ્યો બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે. તેમણે કહ્યું કે જ્યાં સુધી વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે.

ભાજપના ઘણા નેતાઓ કુસ્તીબાજોના સમર્થનમાં આવ્યા હતા

ખેડૂત નેતાઓ ઉપરાંત ભાજપના ઘણા નેતાઓ કુસ્તીબાજોના સમર્થનમાં આવ્યા છે. ફતેહપુર સીકરીના બીજેપી સાંસદ અને કિસાન મોરચાના અધ્યક્ષ રાજકુમાર ચાહર કુસ્તીબાજોના પક્ષમાં આવ્યા છે. તેમણે કહ્યું કે મહિલા કુસ્તીબાજો દેશનું ગૌરવ છે, તેમને ન્યાય મળવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે જો બ્રિજ ભૂષણ દોષિત છે તો તેને સજા મળવી જોઈએ.

આ પણ વાંચો : મણિપુર : અમિત શાહની અપીલ બાદ પ્રદર્શનકારીઓએ 140 હથિયારો કર્યા સરેન્ડર

Whatsapp share
facebook twitter