+

વિજાપુરમાં બ્રહ્મસમાજના સમૂહલગ્ન અન સમુહ જનોઇનું આયોજન,16 યુગલો લગ્નગંથ્રીથી જોડાયા, 64 બાળકોને મળ્યા યજ્ઞોપવિત સંસ્કાર

હાલના અતિ આધુનિક અને સુપર ફાસ્ટ યુગમાં લગ્ન પ્રસંગે ખૂબ મોટા આયોજનો થઈ રહ્યા છે ત્યારે મધ્યમ વર્ગીય પરિવાર માટે આવો ખોટો ખર્ચ કરવો મુશ્કેલ બની જતો હૉય છે, ત્યારે વિજાપુરમાં 22 ગામ તપોધન બ્રહ્મ સમાજનો શાહી સમૂહ લગ્ન સમારોહ યોજાયો.મોંઘવારીએ જ્યારે માઝા મૂકી છે ત્યારે કોઈ નાનો પ્રસંગ કરોવો પણ મુશ્કેલ બની રહ્યો છે આવા સમયે સમૂહ લગ્નોનું આયોજન બુદ્ધિજીવી સમાજ આગળ આવી કરી રહ્યા છે. સમà
હાલના અતિ આધુનિક અને સુપર ફાસ્ટ યુગમાં લગ્ન પ્રસંગે ખૂબ મોટા આયોજનો થઈ રહ્યા છે ત્યારે મધ્યમ વર્ગીય પરિવાર માટે આવો ખોટો ખર્ચ કરવો મુશ્કેલ બની જતો હૉય છે, ત્યારે વિજાપુરમાં 22 ગામ તપોધન બ્રહ્મ સમાજનો શાહી સમૂહ લગ્ન સમારોહ યોજાયો.
મોંઘવારીએ જ્યારે માઝા મૂકી છે ત્યારે કોઈ નાનો પ્રસંગ કરોવો પણ મુશ્કેલ બની રહ્યો છે આવા સમયે સમૂહ લગ્નોનું આયોજન બુદ્ધિજીવી સમાજ આગળ આવી કરી રહ્યા છે. સમાજમાં કેટલોક એવો વર્ગ પણ હોય છે જેને પોતાના સંતાનોના લગ્ન ખૂબ જ ધામ ધૂમથી કરવા હોય છે પણ લગ્ન જેવા પ્રસંગે અધધ ખર્ચ ને પહોંચી વળવું ખૂબ કઠિન હોય છે. આ સમગ્ર બાબત ને ધ્યાને લઇ વિજાપુર માં સમાજની એકતા અને અખંડિતતા જાળવવા માટે તપોધન ભ્રમ સમાજ દ્વારા સમૂહ યજ્ઞોપવિત અને સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. ખૂબ મોટી સંખ્યામાં સમાજના આગેવાનો એ આ પ્રસંગે હાજરી આપી પ્રસંગની શોભા વધારી.
સમૂહ લગ્નનું આયોજન અને તેનું મહત્વ પહેલેથી જોવા મળતું આવ્યું છે પણ હાલના યુગ માં દેખાદેખી માં મસ મોટા ખર્ચનો બિનજરૂરી ધુમાડો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે કોઈ ગરીબ પરિવાર ની ચિંતા કરે છે કે એને કોઈ પ્રસંગ કરવો હોય તો તેને દેખાદેખી માં કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે ? ત્યારે હવે સમય જતાં કેટલાક સમજુ સમાજ સમજતા થયા છે અને સમૂહ લગ્નો નું આયોજન કરી રહ્યા છે અને આવા આયોજનો માં મન મૂકી આર્થિક સહયોગ પણ આપી રહ્યા છે. 
આર્થિક ખર્ચ ને પહોંચી વળવા પોતાના જ સમાજ ના લોકો ને સમજતા થયાં છે. અને સમાજના અગ્રણીઓ પણ સમૂહ લગ્નોમાં તન મન અને ધન નો સહયોગ આપી સમાજ આગળ વધે તે માટે અથાગ પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે. સમૂહ લગ્ન માં આર્થિક સહયોગ સાથે બિન જરૂરી ખર્ચ અટકે છે અને સમાજ એક મંચ પર આવતા એકતા પણ વધે છે. વિજાપુર માં યોજાયેલ સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત કાર્યક્રમ માં સમાજની એકતા અને અખંડિતતા ની ઝાંખી જોવા મળી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter