+

BOTAD : કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરાના અધ્યક્ષસ્થાને ગોધાવટા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાય

અહેવાલ – ગજેન્દ્ર ખાચર રાણપુર તાલુકાના ગોધાવટા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી હતી. જેનું કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાએ સ્વાગત કર્યું હતું, તેમજ વિવિધ લાભાર્થીઓને મંત્રીના હસ્તે સહાયના લાભો આપવામાં…
અહેવાલ – ગજેન્દ્ર ખાચર
રાણપુર તાલુકાના ગોધાવટા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી હતી. જેનું કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાએ સ્વાગત કર્યું હતું, તેમજ વિવિધ લાભાર્થીઓને મંત્રીના હસ્તે સહાયના લાભો આપવામાં આવ્યા હતા. જયારે આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના આગેવાનો તેમજ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Image preview
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામે આજરોજ વિકસિત ભારત સકલ્પ યાત્રા આવી પોહચી હતી. કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુજપરા, ધારાસભ્ય કાળુભાઇ ડાભી, જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ,જિલ્લા કલેક્ટર ડો.જેન્સી રોય,ડી.ડી.ઓ અક્ષય બુદાનીયા સહિત જિલ્લા ભાજપના આગેવાનો તેમજ અધિકારીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
મંત્રી તેમજ સ્કૂલની વિદ્યાર્થીઓ દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ આજે પોલિયો દિવસ હોય જેને લઈ મંત્રી દ્વારા સ્ટોલ ઉપર 0 થિ 5 વર્ષના બાળકને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. ત્યારબાદ કાર્યક્રમની શુભ શરૂઆત કરવામા આવેલ હતી. જ્યાં મહેમાનોએ દીપ પ્રાગટય કર્યું હતું તેમજ પુષ્પગુચ્છ થી તમામનું સ્વાગત કરવામાં અવાયું હતું. તેમજ વિવિધ લાભાર્થીઓને  લાભોં આપવામાં આવ્યા હતા. તેમજ લાભાર્થીઓ દ્વારા પોતાને મળેલા લાભોની વાત લોકો સુધી પોહચાડી હતી. આજના આ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
Whatsapp share
facebook twitter