+

BOTAD : કમોસમી વરસાદના કારણે ખેતીના પાકોમાં થયેલ નુકસાનને લઈને સર્વેની કામગીરી શરૂ કરાઇ

અહેવાલ – ગજેન્દ્ર ખાચર, બોટાદ  બોટાદ જિલ્લામા થયેલ કમોસમી વરસાદના કારણે ખેતીના પાકોમાં થયેલ નુકસાનને લઈને બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી સહિતના અધિકારીઓ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે,…
અહેવાલ – ગજેન્દ્ર ખાચર, બોટાદ 
બોટાદ જિલ્લામા થયેલ કમોસમી વરસાદના કારણે ખેતીના પાકોમાં થયેલ નુકસાનને લઈને બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી સહિતના અધિકારીઓ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે, સર્વે કરાયા બાદ કેટલુ નુકસાન થયું છે તે ખ્યાલ આવે છે. ગત રવિવારે સમગ્ર બોટાદ જિલ્લામા કરા સાથે ધોધમાર કમોસમી વરસાદ પડ્યો હતો જેના કારણે ખેતીમાં કપાસ, મગફળી, જીરૂ, વરીયાળી, ચણા, ઘઉં, મરચી, પપૈયા સહિતના પાકોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયુ હોવાનું સામે આવ્યું છે.
Image preview
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને થયેલ નુકશાન મામલે સર્વે કરી સહાય આપવાની જાહેરાત કરાતા બોટાદ જિલ્લામા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારીએઅલગ અલગ ટીમો બનાવી જિલ્લાના રાણપુર, બરવાળા, ગઢડા અને બોટાદ તાલુકામા કમોસમી વરસાદના કારણે ખેતીના પાકોમાં કેટલું નુકસાન થયું છે જે બાબતના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે.
Image preview
બોટાદ જિલ્લામા કપાસ, મગફળી, ઘઉં, ચણા, જીરૂ, વરીયાળી, મરચી, પપૈયા, સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે કમોસમી વરસાદ પડતા મોટા ભાગના પાકોમાં નુકસાન થયુ હોવાનું સામે આવ્યું છે, ત્યારે આજે જિલ્લા સર્વેની કામગીરી શરૂ કરાઈ છે અને સર્વે કરાયા બાદ નુકસાની સામે આવી છે.
Whatsapp share
facebook twitter