+

Botad : પીવાનું પાણી ડહોળું અને અશુદ્ધ, શહેર કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાયો

અહેવાલ-ગજેન્દ્ર ખાચર બોટાદ  બોટાદ શહેરમાં સાતેક દિવસથી પીવાનું પાણી ડહોળું અને અશુદ્ધ આપવામા આવતા કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી કરાયો વિરોધ, તાત્કાલીક શહેરમાં શુધ્ધ પાણી આપવા કરી માંગ. બોટાદ શહેરમાં…

અહેવાલ-ગજેન્દ્ર ખાચર બોટાદ 

બોટાદ શહેરમાં સાતેક દિવસથી પીવાનું પાણી ડહોળું અને અશુદ્ધ આપવામા આવતા કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી કરાયો વિરોધ, તાત્કાલીક શહેરમાં શુધ્ધ પાણી આપવા કરી માંગ.

બોટાદ શહેરમાં છેલ્લાં સાતેક દિવસથી પીવાનું પાણીએકદમ ડહોળું અને અશુદ્ધ તેમજ દુર્ગંધ મારતું પાણી આપવામાં આવી રહ્યું છે જેથી શહેરીજનો મા રોષ ફેલાયો છે ત્યારે બોટાદ શહેર કોંગ્રેસના કાર્યકરો દ્રારા આજે કલેકટરને આવેદનપત્ર આપી તાત્કાલીક શુધ્ધ પાણી વિતરણ કરવામા આવે તેવી માંગ કરી હતી.

Image preview

બોટાદ જિલ્લામા છેલ્લા કેટલાક દિવસોથી પીવાનું ડહોળું પાણીઆપવામાં આવતું હોવાની લોકો દ્વારા બુમરાણ સંભળાય છે ત્યારે શહેરી વિસ્તારોમાં પણ પીવાનું ડહોળું પાણી આવતા શહેરીજનોમાં ચિંતા ફેલાઈ છે. ડહોળું અને અશુદ્ધ પાણી પીવાના કારણે રોગચાળો કરવાની ભીતી સેવાઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ડહોળું પાણી બંધ કરી શુદ્ધ પાણી વિતરણ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

Image preview

બોટાદ શહેરમાં છેલ્લા સાતેક દિવસોથી શહેરનાં તમામ વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા જે પાણી વિતરણ કરવામાં આવે છે જે પાણી એકદમ ડહોળું અને અશુધ્ધ અને દુર્ગંધ મારતું પાણીઆપવામાં આવી રહ્યું છે જેથી શહેરમાં રોગચાળો વકરવાનો ભય શહેરીજનોમાં જોવા મળી રહ્યો છે જેથી શહેરીજનોમાં ભારે રોષ ફેલાયો છે.

Image preview

બોટાદ શહેરમાં નગરપાલિકા દ્વારા અપાતું ડહોળું પાણી ને લઈને શહેર કોંગ્રેસના કાર્યકરો દ્રારા આજે બોટાદ કલેકટરને કચેરી ખાતે પહોંચી કલેકટરને આવેદનપત્રઆપવામાં આવ્યું હતું. ડહોળાયેલું પાણી ને કારણે રોગચાળો કરવાની ભીતી સેવાઈ રહી છે અને રોગચાળો વકરે નહીં જેથી નગરપાલિકા દ્વારા તાત્કાલીક શુધ્ધ પાણી આપવામાં આવે તેવી માંગ કરી હતી. તેમ બોટાદ કોંગ્રેસના સિકંદરભાઈ જોખીયાએ જણાવ્યું હતું.

આ  પણ  વાંચો –VADODARA : શ્રાદ્ધ પક્ષમાં ચાંદોદમાં શ્રાદ્ધાદિક કર્મ અર્થે શ્રદ્ધાળુઓનો ધસારો

 

Whatsapp share
facebook twitter