+

બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસનની અનોખી ગુજરાત મુલાકાત

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન બે દિવસીય ભારતની મુલાકાતે આવ્યા છે. આજે તેઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. બોરિસ જોનસન પોતાની હૅર સ્ટાઇલને લઇને વધુ જાણીતા છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને આજે  ગુજરાતના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી.  ગાંધીનગરમાં અક્ષરધામમાં કર્યા દર્શન બોરિસ જોનસન તેમના આ પ્રવાસ અંતર્ગત વિશ્વ પ્રસિદ્ધ અક્ષરધામ ગાંધીનગરમાં દર્શન મુલાકાતે ગયા હતા. à
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન બે દિવસીય ભારતની મુલાકાતે આવ્યા છે. આજે તેઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. બોરિસ જોનસન પોતાની હૅર સ્ટાઇલને લઇને વધુ જાણીતા છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને આજે  ગુજરાતના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી.  

ગાંધીનગરમાં અક્ષરધામમાં કર્યા દર્શન 
બોરિસ જોનસન તેમના આ પ્રવાસ અંતર્ગત વિશ્વ પ્રસિદ્ધ અક્ષરધામ ગાંધીનગરમાં દર્શન મુલાકાતે ગયા હતા. યુ.કે.ના વડાપ્રધાન અને મુખ્યમંત્રીનું અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા BAPSના બ્રહ્મવિહારી સ્વામી, ઇશ્વરચરણ સ્વામી અને વરિષ્ઠ સંતગણે ભાવભર્યુ અભિવાદન કર્યુ હતું. યુ.કે.ના વડાપ્રધાનએ અક્ષરધામ સંકુલના વિવિધ પરિસરની પણ મુલાકાત લીધી હતી અને પ્રવૃત્તિઓની વિગતો જાણવામાં રસ દાખવ્યો હતો. 
JCB ફેક્ટરીની લીધી મુલાકાત 
બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન JCB ફેક્ટરીની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યા તે JCB પર સવાર થયા હતા. JCBની સીટ પર તે સવાર થયા હતા અને સ્ટિયરિંગને પાર હાથ રહી બેસ્યા હતા. થોડીવાર સુધી તેણે JCBની કેબિનમાં બેસ્યા અને બહાર આવી  તેણે હાથ ઊંચો કરીને પોઝ આપ્યો. JCB પર સવારી કરતાં તે ખૂબ જ ઉત્સાહિત દેખાયા હતા.
વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી
બોરિસ જોનસને અમદાવાદમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંધી આશ્રમની સમગ્ર મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે જોડાયા હતા. જોનસન હૃદયકુંજમાં ગાંધીજીની પાવનભુમિમાં આવીને ગાંધી વિચારોથી પ્રભાવિત થયા હતા. તેમણે ગાંધીજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા હતા. હૃદયકુંજના વિવિધ ખંડો નિહાળી તેઓએ ગાંધીજીને પ્રિય એવા ચરખા પર કાંતણ કર્યું હતું અને ગાંધી આશ્રમ ખાતે આવેલી અમદાવાદ ગેલેરીની પણ મુલાકાત લીધી હતી. 

ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની મુલાકાતે

ગાંધીનગર સ્થિત દેશની સૌ પ્રથમ ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. આ વેળાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી પણ જોડાયા હતા. યુનિવર્સિટીની વિવિધ સુવિધાઓનું જોનસને બારીકાઇથી નિરીક્ષણ કર્યુ ત્યારે મુખ્યમંત્રીએ એમને વિસ્તૃત માહિતી આપી હતી. 
Whatsapp share
facebook twitter