- Air India ફ્લાઈટમાં બોમ્બ? શિકાગો જતી ફ્લાઈટ કેનેડામાં ડાયવર્ટ
- બોમ્બ ધમકીથી ખળભળાટ: Air India ફ્લાઈટ ઈક્લુઈટ એરપોર્ટ પર ઉતરાણ
- દિલ્હીથી શિકાગો જતી ફ્લાઈટમાં બોમ્બની ધમકી: કેનેડામાં ડાયવર્ટ
- Air India ફ્લાઈટમાં બોમ્બ ધમકી: યાત્રીઓમાં ભય અને ગભરાટ
- બોમ્બ ધમકી બાદ Air India ફ્લાઈટ ડાયવર્ટ
એર ઈન્ડિયા (Air India) ની ફ્લાઈટમાં બોમ્બ (Bomb) હોવાના સમાચાર સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. બોમ્બની ધમકી (Bomb Threat) બાદ દિલ્હીથી શિકાગો જતી એર ઈન્ડિયા (Air India) ની ફ્લાઈટને કેનેડાના ઈક્લુઈટ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી છે. આ જાણકારી એરલાઇનના અધિકારીએ આપી છે.
Air India ને મળી બોમ્બની ધમકી
મંગળવારે બોમ્બની ધમકી બાદ નવી દિલ્હીથી શિકાગો જતી એર ઈન્ડિયાની ફ્લાઈટને કેનેડાના એરપોર્ટ તરફ વાળવામાં આવી હતી. એરલાઇનના એક અધિકારીએ આ જાણકારી આપી હતી. 15 ઓક્ટોબર, 2024ના રોજ દિલ્હીથી શિકાગોની ફ્લાઇટ AI 127, ઑનલાઇન પોસ્ટ કરાયેલા સુરક્ષા ખતરા બાદ સાવચેતીના પગલા તરીકે કેનેડાના ઇક્લુઇટ એરપોર્ટ પર ઉતરાણ કરવામાં આવી છે, એરલાઈને એક નિવેદનમાં જણાવ્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “નિર્ધારિત સુરક્ષા પ્રોટોકોલ મુજબ વિમાન અને મુસાફરોની ફરીથી તપાસ કરવામાં આવી રહી છે.” એર ઈન્ડિયાએ મુસાફરોને તેમની મુસાફરી ફરી શરૂ ન થાય ત્યાં સુધી મદદ કરવા માટે એરપોર્ટ પર એજન્સીઓને સક્રિય કરી દીધી છે.
Air India flight from Delhi to Chicago diverted to Iqaluit airport in Canada following bomb threat: Airline official
— Press Trust of India (@PTI_News) October 15, 2024
Indigo ની બે ફ્લાઈટને પણ બોમ્બની ધમકી મળી હતી
તાજેતરમાં Indigo ની બે ફ્લાઈટને Bomb ની ધમકી મળી હતી. આમાં પ્રથમ ફ્લાઈટ મુંબઈથી જેદ્દાહ જઈ રહી હતી, જેનો નંબર 6E56 હતો. બીજી ફ્લાઈટ મુંબઈથી મસ્કત જઈ રહી હતી, જેનો ફ્લાઈટ નંબર 6E1275 હતો. બંને ફ્લાઈટની સુરક્ષા તપાસ તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી. Indigo ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, મુંબઈથી મસ્કત જતી ફ્લાઈટ 6E 1275ને બોમ્બની ધમકી મળી હતી. જે બાદ ફ્લાઈટને અલગ ખાડીમાં લઈ જવામાં આવી હતી અને સુરક્ષા તપાસ શરૂ કરવામાં આવી હતી. પ્રવક્તાએ કહ્યું કે, મુંબઈથી જેદ્દાહ જઈ રહેલી Indigo ની બીજી ફ્લાઈટ નંબર 6E 56ને પણ બોમ્બની ધમકી મળી હતી. જે બાદ વિમાનની સુરક્ષા તપાસ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ટેકઓફ માટે તૈયાર હતું વિમાન, અચાનક એન્જીનમાંથી નિકળવા લાગ્યો ધુમાડો અને પછી…