- BMWની કારમાં થિયેટર સ્ક્રીન થઈ લોન્ચ
- BMW કારમાં મનોરંજન માટે નવી વસ્તુ ઉમેરાઈ
- BMWએ 7 સીરીઝ મોડલમાં લોન્ચ કર્યું
BMW New Luxurious Feature: BMW એ યાત્રીઓને લક્ઝુરિયસ (Luxurious )ફીલ આપવા માટે પોતાની કારમાં થિયેટર સ્ક્રીન લગાવી છે. મનોરંજન માટે પાછળની સીટ પર 31.3 ઇંચની થિયેટર સ્ક્રીન લગાવવામાં આવી છે. આ સ્ક્રીન કારમાં સંપૂર્ણ સિનેમાનો અહેસાસ આપે છે. થિયેટર સ્ક્રીનમાં 8K સ્ક્રીન સિસ્ટમ લગાવવામાં આવી છે. BMWએ આ નવું ફીચર 7 સીરીઝ મોડલમાં લોન્ચ કર્યું હતું.
BMWની કારમાં થિયેટર સ્ક્રીન
બીએમડબલ્યુ એ કારમાં આ થિયેટર સ્ક્રીન (BMW New Luxurious Feature) લોન્ચ કરીને પાછળની સીટના મુસાફરોના મનોરંજન માટે એક નવી વસ્તુ ઉમેરી છે. આ સ્ક્રીનને કારની છત પરથી ઇલેક્ટ્રિકલી નીચે ઉતારી શકાય છે અને થિયેટરની અનુભૂતિ પ્રાપ્ત કરી શકાય છે. આ 8K સ્ક્રીન લોકોને સંપૂર્ણ થિયેટરનો અનુભવ આપે છે.
ભારતમાં લોન્ચ કરેલ કારમાં થિયેટર સ્ક્રીન કેમ ન અપાઈ?
BMW ગ્રુપના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ જીન-ફિલિપ પેરેને ભારતમાં આવેલી આ બીએમડબલ્યુકારમાં થિયેટર સ્ક્રીન ન આપવાનું કારણ સમજાવ્યું. જીન-ફિલિપ પેરેને કહ્યું કે ભારતમાં 5 સિરીઝની થિયેટર સ્ક્રીન એસેમ્બલ કરવી મુશ્કેલ કામ છે. આ કારણોસર, આ કારમાં પેનોરેમિક ડિસ્પ્લે નથી.
BMWનું 5 સિરીઝનું મોડલ ભારતમાં આવ્યું છે
BMWએ હાલમાં જ ભારતીય બજારમાં 5 સીરીઝનું મોડલ લોન્ચ કર્યું છે. BMW એ યાત્રીઓને લક્ઝુરિયસ ફીલ આપવા માટે પોતાની કારમાં થિયેટર સ્ક્રીન લગાવી છે. મનોરંજન માટે પાછળની સીટ પર 31.3 ઇંચની થિયેટર સ્ક્રીન લગાવવામાં આવી છે. આ સ્ક્રીન કારમાં સંપૂર્ણ સિનેમાનો અહેસાસ આપે છે. થિયેટર સ્ક્રીનમાં 8K સ્ક્રીન સિસ્ટમ લગાવવામાં આવી છે. BMWએ આ નવું ફીચર 7 સીરીઝ મોડલમાં લોન્ચ કર્યું હતું. BMW 5 સિરીઝ LWB ભારતીય બજારમાં રજૂ કરવામાં આવી છે. આ BMW કાર લાંબા વ્હીલબેઝ સાથે આવે છે. પરંતુ આ લક્ઝરી ઓટોમેકરે ભારતમાં લોન્ચ કરેલી આ કારમાં થિયેટર સ્ક્રીન લગાવી નથી.
ગ્લોબલ માર્કેટમાં બીજી કાર છે
BMWનું આ ફીચર ભારતમાં ઘણું લોકપ્રિય બન્યું છે. જ્યારે BMW એ કારમાં આ ફીચર આપ્યું ન હતું, ત્યારે કહેવામાં આવ્યું હતું કે કારમાં હજુ સુધી આ વિકલ્પ આપવામાં આવ્યો નથી અને અમે જોઈ રહ્યા છીએ કે ભવિષ્યમાં આ ફીચર કારમાં કેવી રીતે સામેલ કરી શકાય. BMW કારમાં આ થિયેટર સ્ક્રીન ચાઈનીઝ માર્કેટમાં મોજૂદ લોંગબેઝ 5-સિરીઝમાં છે અને આ ગ્લોબલ માર્કેટમાં બીજી કાર છે જેમાં આ ફીચર આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો –Microsoft down: માઈક્રોસોફ્ટની ઓફિસ અને ક્લાઉડ સર્વિસમાં ફરી સર્જાઈ ખામી !
આ પણ વાંચો –અપરણિત હોવા છતાં, Telegram ના માલિક 100 થી વધુ બાળકોના પિતા બન્યા!
આ પણ વાંચો –આખરે IPHONE માં પણ આવી ગયું CALL RECORDING નું ફીચર, જાણો કેવી રીતે કરશો ઉપયોગ