+

બીલીમોરા નજીક આંતલીયામાં રાંધણ ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, 1 વર્ષના માસુમનું મોત, ત્રણ લોકો સારવાર હેઠળ

બીલીમોરા નજીક આંતલીયા ગણેશનગરમાં રસોઈ બનાવતી વેળા ગેસનો બાટલો ફાટતા અફરાતફરી મચી. જેમાં પરીવારના એક વર્ષના માસુમ બાળકનું સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યું.આ ઘટનામાં હાલ સુરતની સિવિલ હોસ્પિટલમાં માતા -પિતા અને બાળકી સારવાર હેઠળ છે. બીલીમોરા પોલીસે ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બીલીમોરા નજીકના આંતલીયા ગામે ગણેશનગરમાં મોહનલાલ રાઠોડ ( ઉમર વર્ષ ૩૮)  તેમના પત્ની જાનàª
બીલીમોરા નજીક આંતલીયા ગણેશનગરમાં રસોઈ બનાવતી વેળા ગેસનો બાટલો ફાટતા અફરાતફરી મચી. જેમાં પરીવારના એક વર્ષના માસુમ બાળકનું સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યું.આ ઘટનામાં હાલ સુરતની સિવિલ હોસ્પિટલમાં માતા -પિતા અને બાળકી સારવાર હેઠળ છે. બીલીમોરા પોલીસે ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીલીમોરા નજીકના આંતલીયા ગામે ગણેશનગરમાં મોહનલાલ રાઠોડ ( ઉમર વર્ષ ૩૮)  તેમના પત્ની જાનકી( ઉમર વર્ષ ૩૫), પુત્રી નંદની(ઉમર વર્ષ ૪) અને પુત્ર પુનિત( ઉમર વર્ષ ૧) રહેતા હતા. દરમિયાન બે દિવસ અગાઉ ઘરમાં રસોઈ બનાવતી વેળા ગેસનો બાટલા માં એકાએક વિસ્ફોટક થયો હતો. જેની ચપેટ માં આવતા પરીવારના ચારેય સભ્યો ગંભીર રીતે દાઝી ગયાં હતાં. તેમને સારવાર માટે નજીક ની આલીપોર હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ બાદ સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. દરમિયાન એક વર્ષના માસૂમ પુત્ર પુનિતનું સારવાર વેળા કરુણ મોત નીપજ્યું છે.. જ્યારે પરિવારના અન્ય ત્રણ સભ્યો સારવાર હેઠળ છે. ઘટનાની વધુ તપાસ બીલીમોરા પોલીસ કરી રહી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter