Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

BJP ના અધ્યક્ષ JP Nadda રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ નહીં લે, જાણો શું છે કારણ

08:16 AM Jan 21, 2024 | Harsh Bhatt

JP Nadda – Ram Mandir : બસ થોડી જ વધારે ક્ષણો અને ભગવાન શ્રી રામ પોતાની અયોધ્યા નગરીમાં 500 વર્ષ બાદ પાછા ફરવા માટે તૈયાર છે. આખું વિશ્વ ભગવાન રામના આગમનથી રામમય બન્યું છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભારતમાંથી ઘણા VVIP મહેમાનો પધારવાના છે. ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીના આ મોટા નેતા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવાના નથી.

JP Nadda

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ JP Nadda અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેશે નહીં. તે 22 જાન્યુઆરીએ ઝંડેવાલન મંદિરથી ઐતિહાસિક સમારોહ નિહાળશે. જેપી નડ્ડાએ શનિવારે સાંજે સોશિયલ મીડિયા દ્વારા આ આપી હતી. તમને જણાવી દઈએ કે ટ્રસ્ટ પાસે રામ મંદિરના નિર્માણ અને સંચાલનની જવાબદારી છે.

JP Nadda એ સોશિયલ મીડિયામાં આપી જાણકારી 

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ JP Nadda એ સોશિયલ મીડિયા ઉપર આ વિશે જાણકારી આપતા લખ્યું હતું કે, ‘મને શ્રી અયોધ્યામાં રામ મંદિરના અભિષેકના પવિત્ર કાર્યક્રમ માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી આમંત્રણ મળ્યું છે. આમંત્રણ માટે હું શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરું છું. 500 વર્ષના સંઘર્ષ બાદ રામ મંદિરનું ભવ્ય નિર્માણ જોવાનો આનંદ મળી રહ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ હું ટૂંક સમયમાં મારા પરિવાર સાથે અયોધ્યા દર્શન માટે જઈશ.’

અહી ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન તરીકે ભાગ લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સત્તારૂઢ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ દેશના વિવિધ ભાગોમાંથી સામાન્ય લોકોની સાથે આ સમારોહ નિહાળશે.

ટ્રસ્ટે મુખ્ય આગેવાનોને આમંત્રિત કર્યા હતા

આ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહેમાનોને ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. રામ મંદિર ટ્રસ્ટે મહત્વના પક્ષોના મુખ્ય નેતાઓ, ખાસ કરીને પ્રમુખોને આમંત્રિત કર્યા છે. આ સમારોહમાં આમંત્રિત લગભગ તમામ વિપક્ષી નેતાઓએ હાજરી આપવાનો ઇનકાર કરી દીધો છે. જ્યારે કોંગ્રેસે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને ભાજપ અને આરએસએસનો કાર્યક્રમ ગણાવ્યો છે.

આ પણ વાંચો — India Myanmar Border: હવે મ્યાનમાર સરહદ પર અવરજવર થશે બંધ,અમિત શાહે કરી મોટી જાહેરાત