Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જે.પી નડ્ડાએ સાબરમતી આશ્રમની મુલાકાત દરમિયાન રેંટિયો કાંત્યો

05:50 AM Apr 18, 2023 | Vipul Pandya

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાનું કમલમ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પાર્લામેન્ટરી બોર્ડ સહિતના હોદેદારો સાથે નાડ્ડાએ બેઠક યોજી છે. આ  બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર  પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ  હાજર રહ્યા છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ પાટીલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નડ્ડાએ સાબરમતી આશ્રમની મુલાકાત દરમિયાન રેંટિયો કાંત્યો હતો. વિઝીટર બુકમાં નોંધ પણ કરી હતી. 

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા આજે ગુજરાતના પ્રવાસે છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર નડ્ડાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. આ વર્ષના અંતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ગુજરાતનો આ પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે. 
ભાજપનો મુકાબલો કરતા 50-60 વર્ષ લાગશે 
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે, ભગવાયુક્ત તમામ કાર્યકર્તાઓનો આભાર. આ સ્વાગત મારુ નહીં, ભાજપના વિચારનું છે. કોઈ પણ પાર્ટીને ભાજપનો સામનો કરવો હોય તો તપસ્યા કરવી પડે. કોઈને પણ અમારી પાર્ટીનો મુકાબલો કરવો હશે તો 50-60 વર્ષ લાગશે. બીજા સંગઠનમાં આ શક્ય નથી કે લોકો વહેલા ઉઠીને આ રીતે સ્વાગત કરવા આવે.1952 થી આજ સુધી ભાજપને ક્યારેય પોતાનું સ્ટેન્ડ બદલવાની જરૂર નથી પડી. વિચારને પ્રધાન બનાવી આગળ વધતી પાર્ટી ભાજપ છે. ભગવો જ ભગવો દેખાઈ રહ્યો છે.  દેશને ખુબજ ઝડપી આગળ લઈ જવાનો છે. નડ્ડાએ એરપોર્ટ પર સરદાર પટેલના સ્ટેચ્યુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. 
અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત 
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા આજે ગુજરાતના પ્રવાસે આવ્યા છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ અને ભાજપના આગેવાનો દ્વારા તેમનું ભવ્ય સ્વાવગત કરવામાં આવ્યું છે. નડ્ડા 3 દિવસની ગુજરાતની મુલાકાત લેવાના હતા પરંતુ કાર્યક્રમને ટૂંકાવવામાં આવ્યો છે અને ફક્ત 1 દિવસનો ગુજરાત પ્રવાસ નક્કી કરવામાં આવ્યો છે.