Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

‘અમુક અધિકારી જબરદસ્ત અંહકારી’, ધારાસભ્યનું નથી સાંભળતા જનતાનું શું સાંભળે?

03:22 PM Aug 19, 2023 | Viral Joshi

રાજ્યમાં સરકાર પર વહીવટી પાંખ હાવી થઈ રહી હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. અમુક અધિકારીઓ જબરદસ્ત અહંકારી બની બેઠા છે. ભાજપના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ અધિકારીઓ માનતા નહી હોવાનો બળાપો કાઢ્ઓ છે. અહંકારી અધિકારીઓ ધારાસભ્યનું નથી સાંભળતા તો જનતાનું શું સાંભળતા હશે. ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે.

ધારાસભ્યનો બળાપો

ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાએ 9 ઓગસ્ટે પ્રતિમા ખંડિત થવા મુદ્દે નારાજગી દર્શાવી હતી અને કલેક્ટર, જિલ્લા પોલીસવડા માનતા નહી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે જિલ્લામાં કાયદા જેવું અને વહીવટીકરણ જેવું કશું જ નથી તેમ જણાવ્યું હતું ત્યારે એ બાબત ચોક્કસથી ચિંતાજનક છે કે, સરકારી બાબુઓ પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓને ગાંઠતા નથી તો સામાન્ય જનતાનું શું થતું હશે?

અગાઉ પણ નેતાઓ કરી ચુક્યા છે રજૂઆત

જણાવી દઈએ કે, સરકારી બાબૂઓ ગાંઠતા નહી હોવાની આ ફરિયાદ પહેલીવાર નથી ઉઠી આ અગાઉ પણ સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય કેતન ઈમાનદાર, મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સહિત ઘણાં નેતાઓએ અધિકારીઓ ગાંઠતા નહી હોવાની ફરિયાદ કરી ચુક્યા છે.

આ પણ વાંચો : શસ્ત્ર અને શાસ્ત્ર બન્ને જરૂરી છે, જે ગુમાવ્યુ છે તે આવનારા 25 વર્ષમાં પાછુ મેળવવાનું છેઃ ઋષિકેશ પટેલ