Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભાજપ નેતાના પુત્રએ કર્યો આપઘાતનો પ્રયાસ,માર્કેટ યાર્ડના ડિરેક્ટર જીતેન્દ્ર સખિયાએ ઝેરી દવા પીધી

11:04 PM Apr 14, 2023 | Vipul Pandya

રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડી.કે. સખિયાના પુત્રએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. ડી.કે. સખિયાના પુત્ર જીતેન્દ્ર સખિયાએ ઝેરી દવા પી લેતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. 

. તેમણે નાનામવા રોડ પર આવેલી રાજ રેસિડેન્સીમાં દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આપઘાતનું પ્રાથમિક કારણ પારિવારિક સંબંધોમાં મનદુ:ખ હોવાનું જાણવા મળ્યું છે.  જોકે તાલુકા પોલીસે સાચું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થતા ડી.કે. સખિયાના સમર્થકો મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી આવ્યા હતા.  

જીતેન્દ્ર સખિયા રાજકોટ બેડી યાર્ડમાં ડિરેક્ટર
જીતેન્દ્ર સખિયા રાજકોટ માર્કેટ યાર્ડમાં ડિરેક્ટર છે. જીતેન્દ્ર સખિયાના પુત્ર સાહિલની હાલમાં જ સગાઈ થઈ છે. રાજકોટ બેડી માર્કેટ યાર્ડની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પાટીલ દ્વારા ડિ.કે. સખિયાના સ્થાને તેમના પુત્ર જીતેન્દ્રને ટિકિટ આપવામાં આવી હતી. અને જિતેન્દ્રની તેમાં જીત પણ થઈ. જો કે જીતેન્દ્ર સખિયાએ ઝેરી દવા શા માટે પીધી તેનું કારણ હજુ જાણી શકાયું નથી. હાલ પોલીસ પણ હોસ્પિટલમાં પહોંચી છે અને પરિવારજનોના નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.