+

BJP Gujarat : લોકસભા ચૂંટણી માટે BJP એ શરૂ કર્યો પ્રચારનો ઘમઘમાટ, C.R.પાટીલે રથોનું ફ્લેગ ઓફ કર્યું

લોકસભાની ચૂંટણીને ( Lok Sabha Elections) લઈને સત્તા પક્ષ ભાજપે (BJP) પ્રચારનો ઘમઘમાટ શરૂ કરી દીધો છે. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે (C.R. Patil) આજે કમલમ ખાતેથી પાર્ટી પ્રચારના રથનો ફ્લેગ…

લોકસભાની ચૂંટણીને ( Lok Sabha Elections) લઈને સત્તા પક્ષ ભાજપે (BJP) પ્રચારનો ઘમઘમાટ શરૂ કરી દીધો છે. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે (C.R. Patil) આજે કમલમ ખાતેથી પાર્ટી પ્રચારના રથનો ફ્લેગ ઓફ કરાવ્યો છે. આ રથ તમામ લોકસભા બેઠકો પર જઈને પાર્ટીનો પ્રચાર કરશે અને જનતા સંકલ્પ માટે પોતાના સૂચનો આપી શકશે. ‘વિકસિત ભારત મોદીની ગેરેન્ટી’ ના (Viksit Bharat Modi Guarantee) સ્લોગન સાથે આ રથ ગુજરાતભરમાં (Gujarat) ભ્રમણ કરશે.

બીજેપીના ચૂંટણી પ્રચાર રથ

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રાષ્ટ્રીય ચૂંટણી પંચ જલદી લોકસભા ચૂંટણી (Lok Sabha Elections) માટે તારીખોની જાહેરાત કરી શકે છે. ત્યારે સત્તા પક્ષ ભારતીય જનતા પાર્ટીએ (BJP) ગુજરાત સહિત દેશભરમાં ચૂંટણી પ્રચારની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ગુજરાતમાં પણ બીજેપીએ (BJP Gujarat) પ્રચારનો ઘમઘમાટ શરૂ કરી દીધો છે. ગુજરાતમાં ફરી એકવાર લોકસભાની તમામ બેઠકો જીતવાના લક્ષ્ય સાથે પાર્ટી ચૂંટણી મેદાનમાં પોતાના ઉમેદવારોને ઉતારશે. ત્યારે ચૂંટણી પહેલા સામાન્ય જનતા સુધી પહોંચવા માટે પાર્ટીએ કવાયત હાથ ધરી છે. બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે (C.R. Patil) આજે ગાંધીનગરમાં કમલમ (Kamalam) ખાતેથી ‘વિકસિત ભારત મોદીની ગેરેન્ટી’ ના સ્લોગન સાથેનાં રથોનું ફ્લેક ઓફ કર્યું છે.

ગુજરાતભરમાં ફરશે બીજેપીના રથ

BJP એ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી

બીજેપીના (BJP Gujarat) આ રથ લોકસભાની તમામ બેઠકો પર ફરશે અને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અને વિકાસકાર્યોનો પ્રચાર પ્રસાર કરશે. આ સાથે જનતા સંકલ્પ માટે પોતાના સૂચનો પણ આપી શકશે. જણાવી દઈએ કે તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીએ (BJP) એ તેના 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, જેમાં 51 ઉત્તર પ્રદેશના, 24 મધ્યપ્રદેશના, ગુજરાત અને રાજસ્થાનના 15-15, પશ્ચિમ બંગાળના 20, કેરળના 12, આસામ, ઝારખંડ અને છત્તીસગઢના 11-11, તેલંગાણાના 9, દિલ્હીના 5 ઉમેદવારો છે.

 

આ પણ વાંચો – Arjun Modhwadia: અર્જૂન મોઢવાડિયાને ભાજપ આ લોકસભા બેઠક પરથી ઉતારશે ચૂંટણી મેદાનમાં ?

Whatsapp share
facebook twitter