Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

બીટકોઇન કૌભાંડી કિરીટ પાલડિયાની ધરપકડ, ક્રિપ્ટો કરન્સી આપવાનું કહી વેપારીના 2 કરોડ લૂંટી લીધા હતા

05:49 AM Apr 18, 2023 | Vipul Pandya

બીટકોઇન કૌભાંડી કિરીટ પાલડિયાની બે કરોડના ચક્ચારી લૂંટમાં ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ  હૈદરાબાદના વેપારીને USTD કોઇન આપવાનું કહી લૂંટી લીધો હતો. વરાછા પોલીસ મથકની બિલકુલ સામે આવેલી સેન્ટ્રલ બજારની ઓફિસમાં એક વર્ષ પહેલાં USTD કોઇન ખરીદવા આવેલા હૈદરાબાદના વેપારીના બે કરોડ લૂંટી લેવાના ચક્ચારી પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર અને બિટકોઇન કૌભાંડી કિરીટ પાલડિયાને ક્રાઇમ બ્રાન્ચે વેસુમાંથી ઝડપી લીધો હતો.

ક્રિપ્ટો કરન્સી અમેરિકા રહેતા ભાઈના એકાઉન્ટમાંથી ટ્રાન્સફર થઇ રહ્યાનું નાટક
હૈદરાબાદમાં પેઇન્ટ પ્રોટેક્શન ફિલ્મ અને ઓટોમાબાઇલ્સના વેપાર સાથે સંકળાયેલા વિનય નવીન જૈન પાસેથી ચોથી ફેબ્રુઆરી-૨૨ના શુક્રવારે ફિલ્મીઢબે વરાછા પોલીસ મથકની સામે જ આવેલી સિદ્ધિ એન્ટરપ્રાઇઝ આંગડિયા પેઢીમાં બોલાવી લૂંટી લેવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી. આ આંગડિયા પેઢીમાં હોબાળો થતાં વરાછા પોલીસને કશું મોટું થયાનો ખ્યાલ આવતાં તેમણે દોડાદોડી કરી મૂકી હતી, પરંતુ ડરી ગયેલો વેપારી કાર લઇને મુંબઇ તરફ જતો રહ્યો હતો. નાટ્યાત્મક ઢબે આ વેપારી સુરત પરત ફર્યો હતો.દિલ્હીના પિન્ટુકુમાર ઝાએ ક્રિપ્ટોકરન્સી આપવાની ઓફર કરી સુરત બલાવ્યો હતો. આંગડિયા પેઢીમાં ગયા બાદ ક્રિપ્ટો કરન્સી અમેરિકા રહેતા ભાઈના એકાઉન્ટમાંથી ટ્રાન્સફર થઇ રહ્યાનું નાટક જારી રાખી બહારથી ટપોરીઓ બોલાવી લીધા હતા. જેઓ વેપારી સાથે ઝપાઝપી કરી બે કરોડ રૂપિયા લઇ નાસી ગયા હતા. આ પ્રકરણમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે લોક્લ ગુનેગારોને અટકાયતમાં લેતાં સૂત્રધાર કિરીટ પાલડિયા હોવાનું બહાર આવ્યું હતું.

આગોતરા જામીન માટે કોર્ટના શરણે ગયો હતો
રાજ્યમાં ચકચારી બનેલા બિટકોઇન કૌભાંડી શૈલેષ ભટ્ટનું અપહરણ કરી નવ કરોડની કિંમતના બિટકોઈન પડાવી લેવાની ઘટનામાં સૂત્રધાર કિરીટ પાલડીયા આ લૂંટમાં સૂત્રધાર હોવાનું અને તેણે જ નામ ખાતર આંગડીયા પેઢી શરૂ કરવાથી લઇને સાગરિતો ગોઠવ્યાનો ખુલાસો થયો હતો. પોલીસ સમક્ષ પોતાનું નામ બહાર આવી જતાં કીરીટ પાલડીયા ફરાર થઇ ગયો હતો અને આગોતરા જામીન માટે કોર્ટના શરણે ગયો હતો. જોકે કોર્ટે તે ફગાવી દેતાં ધરપકડથી બચવા માટે અલગ અલગ સ્થળે ભાગતો ફરતો હતો. વેસુ વી.આઇ.પી. રોડ ઉપર મંગલમ હાઇટ્સમાં રહેવા આવ્યો હોવાનું અને અહીં જ એક ઓફિસ ખોલીને બેઠો હોવાની બાતમી વચ્ચે ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી લીધો હતો. લૂંટનો મોટો હિસ્સો પણ તેની પાસે જ હોઇ ક્રાઇમ બ્રાન્ચે તેને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ