+

બિપોરજોય વાવાઝોડુ સાયક્લોનિક સ્ટ્રોમ બન્યુ, ખતરો વધશે!

બિપોરજોય વાવાઝોડાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં વાવાઝોડુ ગુજરાતના દરિયા પાસેથી પસાર થશે. તેમાં પોરબંદરથી વાવાઝોડુ 890 કિમી દૂર છે. ત્યારે પ્રતિ કલાક 6 કિમીની ઝડપથી બિપોરજોય વાવાઝોડુ…

બિપોરજોય વાવાઝોડાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં વાવાઝોડુ ગુજરાતના દરિયા પાસેથી પસાર થશે. તેમાં પોરબંદરથી વાવાઝોડુ 890 કિમી દૂર છે. ત્યારે પ્રતિ કલાક 6 કિમીની ઝડપથી બિપોરજોય વાવાઝોડુ આગળ વધી રહ્યું છે.

 

April Goes Without Cyclonic Storm, Raises Probability In May | Skymet Weather Services
વાવાઝોડુ ગોવાના દરિયાથી 850 કિમી દૂર છે

વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ બન્યુ છે. તેમજ વાવાઝોડુ દરિયામાં જ સમાઈ જવાની સંભાવના વધુ છે. તેમજ વાવાઝોડુ ગોવાના દરિયાથી 850 કિમી દૂર છે. તથા વાવાઝોડુ મુંબઈના દરિયાથી 880 કિમી દૂર છે. તથા દરિયામાં ઉત્તર-ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધ્યુ છે. તેમજ દ.ગુજરાત અને દ. સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. તેમજ સુરત, વલસાડ, નવસારી, તાપીમાં વરસાદ રહેશે. વાવાઝોડાની ડાંગ, ભરુચ, રાજકોટ, પોરબંદરમાં વરસાદ રહેશે. તેમજ અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં વરસાદ રહેશે. પવનની ગતિ 40થી 50 કિમી પ્રતિ કલાક રહેશે.

6 રાજયોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા

અરબી સમુદ્રમાં ઉદભવેલુ વાવાઝોડુ બિપોરજોય વાવાઝોડુ વધુ વિક્રાળ બન્યુ છે. અત્યંત તીવ્ર ચક્રાવાતી તોફાનમાં પરિવર્તીત થઈ ગયુ છે. જોકે ભારત કે કયા દેશને અસર કરશે તે વિશે હજી ચિત્ર સ્પષ્ટ થતુ ન હોવાનું હવામાન ખાતાનાં રીપોર્ટમાં જણાવાયું છે. ભારતીય હવામાન ખાતાએ ક્હયું કે બિપોરજોય વાવાઝોડુ અત્યંત ગંભીર ચક્રાવાતી તોફાનમાં ફેરવાઈ ગયુ છે. ત્રણ દિવસ ઉતર-ઉતર પશ્ર્ચિમ તરફ આગળ ધપશે. વધુ શકિતશાળી બનતુ હોવાના કારણે ગુજરાત મહારાષ્ટ્રથી માંડીને કેરળ સુધીનાં 6 રાજયોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે.

આપણ  વાંચો –બિપોરજોય વાવાઝોડા વખતે આ બાબતોનું ધ્યાન રાખો…!

Whatsapp share
facebook twitter