+

ફેમસ યુટ્યુબર મનીષ કશ્યપ ભાજપમાં જોડાશે, બિહારમાં NDA નો પ્રચાર કરશે

NATIONAL : બિહારના ફેમસ યુટ્યુબર મનીષ કશ્યપ (youtuber manish kashyap) આજે ભાજપમાં જોડાવવા જઇ રહ્યા છે. મનીષ કશ્યપ દિલ્હીના ભાજપ (BJP) કાર્યાલય પહોંચશે, ત્યાર બાદ તેમને ભાજપનું સભ્યપદ આપવામાં આવનાર…

NATIONAL : બિહારના ફેમસ યુટ્યુબર મનીષ કશ્યપ (youtuber manish kashyap) આજે ભાજપમાં જોડાવવા જઇ રહ્યા છે. મનીષ કશ્યપ દિલ્હીના ભાજપ (BJP) કાર્યાલય પહોંચશે, ત્યાર બાદ તેમને ભાજપનું સભ્યપદ આપવામાં આવનાર છે. આ પહેલા તેમણે બિહારના પશ્ચિમ ચંપારણ બેઠક પરથી લોકસભાની ચૂંટણી (LOKSABHA ELECTION 2024) લડવા માટેની જાહેરાત કરી હતી. પરંતુ સુત્રો જણાવી રહ્યા છે કે, હવે તેઓ ચૂંટણી લડવાની જગ્યાએ બિહારમાં ભાજપ સમર્થિત NDA એલાયન્સનો જોરશોરમાં પ્રચાર કરશે.

હાર મળી હતી

પોતાને બિહારનો પુત્ર (Son of Bihar) ગણાવનારા યુટ્યુબર મનીષ કશ્યપે તાજેતરમાં પશ્ચિમ ચંપારણ બેઠક પરથી પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો હતો. તેઓ અપક્ષ ઉમેદવારી નોંધાવવા ઇચ્છતા હતા. પરંતુ આ પહેલા જ મોટું પગલું ભરતા તેઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે. આ પહેલા તેઓ વર્ષ 2020 માં બિહારની ચનપાટીયા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચુક્યા હતા. જેમાં હાર મળી હતી.

ઓળખ સફળ યુટ્યુબર

મનીષ કશ્યપ બિહારના બિહારના બેતિયા જિલ્લાના રહેવાસી છે. તેઓ બોગસ વાયરલ વિડીયો સામે આવ્યા બાદ ચર્ચામાં આવ્યા હતા. જે બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. 9 મહિના મનીષ કશ્યપે જેલમાં વિતાવવા પડ્યા હતા. આ સાથે તેમની ઓળખ એક સફળ યુટ્યુબર તરીકેની પણ છે. તે સામાજીક મુદ્દાઓને લઇને વર્ષોથી વિડીયો બનાવી રહ્યા છે. જેને લઇને તેઓ બિહાર માત્ર જ નહિ પરંતુ હિંદીભાષી રાજ્યોમાં ભારે લોકપ્રિય બન્યા છે.

મનીષ કશ્યપની ધરપકડ પાછળનું કારણ

તમિલનાડુમાં બિહારના શ્રમિકો સાથે મારપીટનો કથિત વિડીયો મનીષ કશ્યપે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જે ઘણો વાયરલ થયો હતો. આ વિડીયોને લઇને તેઓ કાયદાની ઝપટમાં આવી ગયા હતા. વિડીયો વાયરલ થયા બાદ તમિલનાડુ પોલીસે તેને ભ્રામક જણાવ્યો હતો. અને આ અંગે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. સાથે જ બિહારની આર્થિક અપરાધની તપાસ કરતી શાખા દ્વારા આ મામલે મનીષ કશ્યપ વિરૂદ્ધ રિપોર્ટ ફાઇલ કર્યો હતો.

9 મહિના ભોગવ્યો જેલવાસ

ઘટનાએ વેગ પકડતા મનીષ કશ્યપ અંડરગ્રાઉન્ડ થઇ ગયા હતા. બેતિયા પોલીસે મનીષના ઘરે તપાસ શરૂ કરી તો તેણે પોલીસ મથકમાં સરેન્ડર કરી દીધું હતું. આર્થિક અપરાધની તપાસ કરતી શાખા દ્વારા કેસની તપાસ લઇને મનીષની પુછપરછ કરી હતી. જે બાદ તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. દરમિયાન માર્ચ – 2023 ના રોજ ટ્રાન્ઝીસ્ટ રિમાન્ડ મેળવીને તમિલનાડુ પોલીસે તેનો કબ્જો મેળવ્યો હતો. જે બાદ મનીષ કશ્યપે 9 મહિનાનો જેલવાસ ભોગવવો પડ્યો હતો.

આ પણ વાંચો — આસામ રાઇફલ્સ યુનિટે રૂ. 3.5 કરોડનું ડ્રગ્સ ઝપડ્યું

Whatsapp share
facebook twitter