Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

UNGA માં રશિયાની વિરૂદ્ધ પ્રસ્તાવ પાસ, ભારતે ન લીધો ભાગ

10:38 AM Apr 26, 2023 | Vipul Pandya

વિશ્વભરમાં તમામ લોકોની
નજર હાલમાં રશિયા અને યુક્રેનના યુદ્ધ પર ટકી રહી છે. એક બાજુ યુક્રેન હાર માનવા
તૈયાર નથી તો બીજી તરફ રશિયા પણ પીછેહઠ કરવા માંગતું નથી. છેલ્લા 7 દિવસથી ચાલી
રહેલા આ યુદ્ધમાં અનેક સૈનિકો અને નાગરિકોના મોત નિપજ્યા છે છતા પણ રશિયા લડી
લેવાના મૂડમાં છે. રશિયાની આ તાનાશાહીના પગલે વિશ્વભરના દેશો તેનો વિરોધ કરી રહ્યા
છે. ત્યારે આજે સંયૂક્ત રાષ્ટ્ર મહાસભામાં રશિયાની વિરૂદ્ધ એક મોટો નિર્ણય કરવામાં
આવ્યો છે. યુક્રેન પર હુમલાના પગલે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રશિયા વિરૂદ્ધ
પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર આમસભાની ઈમરજન્સી બેઠક પછી આ
પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવનું 141 દેશો દ્વારા સમર્થન કરવામાં
આવ્યું હતું. જ્યારે 5 દેશો દ્વારા આ પ્રસ્તાવના વિરોધમાં મત આપ્યો હતો. જ્યારે 35
દેશોએ વોટીંગમાં ભાગ લીધો ન હતો.  આ
દેશોમાં ભારતનો પણ સમાવેશ છે. આ પ્રસ્તાવના વોટીંગથી ભારત પણ દૂર રહ્યું હતું.

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ
દિવસે દિવસે આક્રમક બની રહ્યું છે. રશિયા દ્વારા મોટા હુમલાઓ કરવામાં આવી રહ્યા
છે. તો બીજી તરફ યુક્રેન પણ હથિયાર હેઠા મુકવા માટે તૈયાર નથી. જો કે એક વાત સારી છે કે બંને વચ્ચે આજે બીજા તબક્કાની
ચર્ચા થવા જઈ રહી છે. આજે યુક્રેન અને રશિયા વચ્ચે બીજા રાઉન્ડની બેઠક યોજાવાની
છે. આમાં કંઈક ઉકેલ મળવાની આશા છે
.જેનાથી યુદ્ધ અટકશે. રશિયાના વિદેશ
મંત્રી સર્ગેઈ લવરોવે કહ્યું છે કે રશિયા કિવ સાથે બીજા રાઉન્ડની વાતચીત માટે
તૈયાર છે. પરંતુ યુક્રેન અત્યારે અમેરિકાના ઈશારે રમી રહ્યું છે.
આજે સવારે અમેરિકી રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં કહ્યું કે પુતિને યુક્રેન
પર હુમલો કરીને મોટી ભૂલ કરી છે.
આ પહેલા રશિયાના વિદેશ મંત્રી લાવરોવે
કહ્યું હતું કે રશિયા યુક્રેનને પરમાણુ હથિયારો પ્રાપ્ત કરવા દેશે નહીં. તેમણે
કહ્યું કે જો ત્રીજું વિશ્વ યુદ્ધ થાય છે તો તે પરમાણુ યુદ્ધ હશે અને ખૂબ જ વિનાશક
હશે.