+

પુલ જોખમી હોવાની જાણ છતાં ઉપયોગ માટે ખુલ્લો રખાયો, મોરબી નગરપાલિકાએ હાઈકોર્ટમાં સ્વિકારી ગંભીર ભૂલ

મોરબી નગરપાલિકાએ સ્વિકારી પોતાની ગંભીર ભૂલઆગામી 24 નવેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશેકોર્ટેના સવાલોના જવાબ સોંગદનામા પર રજુ કરવા આદેશMorbi Bridge Callops : રવિવારની એ સાંજ કદાચ કોઈ નહી ભૂલી શકે અને તેમાં પણ મોરબીવાસીઓ તો આ દિવસ ક્યારેય નહી ભૂલી શકે કારણ કે, મોરબીની ઓળખ સમાન ઝુલતો પુલ તૂટતા મોટી હોનારત સર્જાઈ હતી. મોરબી દુર્ઘટનામાં (Morbi Tragedy) 170થી વધારે લોકોના કરૂણ મોત નિપજ્યા હતા ત્યારે મોરબી ઝુલતો àª
  • મોરબી નગરપાલિકાએ સ્વિકારી પોતાની ગંભીર ભૂલ
  • આગામી 24 નવેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે
  • કોર્ટેના સવાલોના જવાબ સોંગદનામા પર રજુ કરવા આદેશ
Morbi Bridge Callops : રવિવારની એ સાંજ કદાચ કોઈ નહી ભૂલી શકે અને તેમાં પણ મોરબીવાસીઓ તો આ દિવસ ક્યારેય નહી ભૂલી શકે કારણ કે, મોરબીની ઓળખ સમાન ઝુલતો પુલ તૂટતા મોટી હોનારત સર્જાઈ હતી. મોરબી દુર્ઘટનામાં (Morbi Tragedy) 170થી વધારે લોકોના કરૂણ મોત નિપજ્યા હતા ત્યારે મોરબી ઝુલતો પુલ તુટવાની દુર્ઘટનાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે.
નગરપાલિકાનો ખુલાસો
મોરબી દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટે (Gujarat Highcourt) સુઓમોટો દાખલ કરી હતી. જેમાં આજે સુનવણી હાથ ધરાઈ હતી જેમા મોરબી નગરપાલિકાએ હાઈકોર્ટ સમક્ષ પોતાનો ખુલાસો અને સ્વિકાર એ પ્રકારે કર્યો હતો કે જે દિવસે પુલ તુટ્યો તે દિવસે પણ તે પુલના ઉપયોગ માટેની મંજુરી સત્તાવાર રીતે નગરપાલિકા દ્વારા આપવામાં નહોતી આવી. ડિસેમ્બર 2021 થી માર્ચ 2022 સુધી જોખમી હાલતમાં પુલ હોવા છતા પણ આ બ્રિજને જાહેર જનતાના ઉપયોગ માટે ખુલ્લો રખાયો હતો. મોરબી નગરપાલિકાએ આ તમામ બાબતોનો ખુલાસો હાઈકોર્ટ સમક્ષ એફિડેવિટ સ્વરૂપે કરેલો છે ત્યારે મોરબી નગરપાલિકાની બેદરકારી સામે આવી છે.
હાઈકોર્ટે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી
હાઈકોર્ટે મોરબી નગરપાલિકા (Morbi Municipality) સામે આકરી ટીપ્પણી કરી હતી. જનરલ બોર્ડની મંજૂરી લીધા વિના અંજતા ગૃપને કામ કઇ રીતે આપવામાં આવ્યું. MOU કે એગ્રીમેન્ટ કોઈ જ પ્રકારની વાત મોરબી પુલને લઈને કરવામાં નહોતી આવી. આ તમામ બાબતોને લઈને ગુજરાત હાઈકોર્ટે ખુબ આકરા શબ્દોમાં મોરબી નગરપાલિકાની ઝાટકણી કાઢી અને 24 નવેમ્બરના રોજ ઇન્ચાર્જ ચીફ ઓફિસરને રુબરુ હાજર રહેવા કોર્ટે આદેશ કર્યો છે. 
આગામી સુનવણી 24 નવેમ્બરે
આગામી 24 નવેમ્બરે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને હાજર રહેવા ગુજરાત હાઈકોર્ટે (Gujarat Highcourt) આદેશ કર્યો છે. આ મામલે અત્યાર સુધીમાં જવાબદારો સામે કાર્યવાહી થઈ છે અને પુલ દુર્ઘટનાના જવાબદારોની ધરપકડ કરી લેવામાં આવી છે ત્યારે આગામી 24 નવેમ્બરે ચીફ ઓફિસર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કયા ખુલાસા કરે તે જોવું રહ્યું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter