Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

UAE જતા ભારતીયો માટે મોટા સમાચાર,Visa ના બદલાયા નિયમો

08:03 PM Oct 18, 2024 |
  • UAE જતા ભારતીયો માટે  ખુશ ખબર  આવ્યા 
  • પ્રવાસીઓ માટે નવી વિઝા પોલિસી લાગુ કરાઇ
  • UAE માં 35 લાખથી વધુ ભારતીયો વસાહત કરી રહ્યા છે.

UAE  : UAE જતા ભારતીય (Indian)પ્રવાસીઓ એક મોટી ખુશ ખબર સામે આવી છે અહીં જનારા પ્રવાસીઓ (tourists) માટે નવી વિઝા પોલિસી લાગુ (visa on arrival) કરવામાં આવી છે. આ નવી વિઝા ઓન અરાઈવલ પોલિસીમાં અમેરિકા અને યુરોપિયન યુનિયનના કોઈપણ દેશના વિઝા અથવા ગ્રીન કાર્ડ ધરાવતા લોકોને યુએઈના વિઝા મેળવવાનું સરળ બનશે

 

UAE માં 35 લાખથી વધુ ભારતીયો વસાહત કરી રહ્યા છે

મળતી માહિતી અનુસાર નવી નીતિ હેઠળ UAE સરકારે સંબંધિત અધિકારીઓને આદેશ આપ્યો છે કે યોગ્ય ભારતીય નાગરિકોને UAE પહોંચવા પર 14-દિવસના વિઝા આપવામાં આવે. મળતીમાહિતી અનુસાર, આનાથી ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે ભાગીદારી વધશે અને સંબંધો મજબૂત થશે. તમને જણાવી દઈએ કે UAE માં 35 લાખથી વધુ ભારતીયો વસાહત કરી રહ્યા છે.

આ પણ  વાંચો Yahya Sinwar જીવતો છે કે મૃત!, હમાસે કર્યો મોટો ખુલાસો…

UAE વહીવટીતંત્રએ શા માટે ફેરફારો કર્યા?

આ નવી વિઝા નીતિની જાહેરાત કરતાં UAE પ્રશાસને કહ્યું કે આ નીતિ પરિવર્તનને બંને દેશો વચ્ચે મુસાફરી અને વેપારની તકો વધારવાની દિશામાં એક પગલું તરીકે જોવામાં આવી રહ્યું છે. દર વર્ષે લાખો લોકોને તેનો લાભ મળશે. આનાથી દેશમાં પ્રવાસન અને વ્યવસાયને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે. ભારતીયો દ્વારા આની સતત માંગ કરવામાં આવી રહી હતી.

આ પણ  વાંચો Israel: યુદ્ધની ભૂમિ એવા લેબેનોનમાં ભારતે 33 ટન રાહત સામગ્રી મોકલી

નવી પોલિસી હેઠળ કોને જલ્દી વિઝા મળશે?

  • જેઓ યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા જારી કરાયેલ માન્ય વિઝા અથવા ગ્રીન કાર્ડ ધરાવે છે
  • જેઓ કોઈપણ EU દેશ અથવા યુકે દ્વારા જારી કરાયેલ માન્ય વિઝા અથવા ગ્રીન કાર્ડ ધરાવે છે
  • જેઓ ઓછામાં ઓછા છ મહિનાની માન્યતા સાથે પાસપોર્ટ ધરાવે છે
  • લાયક પ્રવાસીઓને વિઝા ફી ભરવા માટે વધારાના 60 દિવસ આપવામાં આવશે