+

TRP Game Zone Tragedy : હૈયું કંપાવે એવા હત્યાકાંડ બાદ રાજકોટ વેપારી મંડળનો મોટો નિર્ણય

TRP Game Zone Tragedy : રાજકોટના (Rajkot) TRP ગેમિંગ ઝોનમાં ગઈકાલે ગોઝારો અગ્નિકાંડ સર્જાયો હતો. ગેમિંગ ઝોનમાં અચાનક લાગેલી ભીષણ આગમાં માસૂમ બાળકો સહિત કુલ 33 લોકોના જીવ હોમાયા હતા.…

TRP Game Zone Tragedy : રાજકોટના (Rajkot) TRP ગેમિંગ ઝોનમાં ગઈકાલે ગોઝારો અગ્નિકાંડ સર્જાયો હતો. ગેમિંગ ઝોનમાં અચાનક લાગેલી ભીષણ આગમાં માસૂમ બાળકો સહિત કુલ 33 લોકોના જીવ હોમાયા હતા. ત્યારે રાજકોટનું ગેમિંગ ઝોન ‘સ્મશાન’ ઝોનમાં ફેરવાઈ ગયું હતું. ઘટના સ્થળના દ્રશ્યો જોનારા દરેકનું હૃદય કંપાઈ ગયું હતું. આ દુ:ખની ઘડીમાં સમગ્ર રાજ્યના નાગરિકો પીડિત પરિવારની સાથે છે. ત્યારે રાજકોટ વેપારીએ મંડળે ( Rajkot Merchants’ Association) પણ મોટો નિર્ણય લીધો છે.

બપોરે 1 વાગ્યા સુધી રાજકોટના તમામ બજારો બંધ

માહિતી મુજબ, રાજકોટના TRP ગેમિંગ ઝોન હત્યાકાંડ (TRP Game Zone Tragedy) બાદ રાજકોટ વેપારી મંડળે મોટો નિર્ણય લીધો છે, જે હેઠળ આવતીકાલે રાજકોટમાં અડધા દિવસનું બંધનું એલાન કરવામાં આવ્યું છે. માહિતી મુજબ, મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવા અને પીડિત પરિવારોના દુ:ખમાં સહભાગી બનવાના હેતુસર રાજકોટ વેપારી મંડળે બપોરે 1 વાગ્યા સુધી રાજકોટના તમામ બજારો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

કેમિકલના 5 ડ્રમ, દારૂનો જથ્થો મળ્યો

જણાવી દઈએ કે, TRP ગેમઝોન (TRP GameZone) અગ્નિકાંડમાં 33 લોકોના મૃત્યુ બાદ તપાસનો ઘમઘમાટ શરૂ થયો છે. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે, TRP ગેમઝોનમાં સમારકામની જગ્યાએથી ઈથાઈલ એસિટેટ નામના કેમિકલના 5 ડ્રમ મળ્યા આવ્યા હતા. સાથે ગેમ ઝોનની આડમાં સંચાલકોની ઓફિસમાંથી દારૂનો જથ્થો પણ પકડાયો હતો. હત્યાકાંડ મામલે CP રાજુ ભાર્ગવ (CP Raju Bhargava) પત્રકારોના સવાલોથી ભાગ્યા હતા. તો બીજી તરફ SIT એ પણ બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. તો ઘટના સ્થળે NDRF ની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

આ પણ વાંચો – TRP Game Zone : શક્તિસિંહ ગોહિલ સહિત કોંગ્રેસ નેતાઓ પહોંચ્યા ઘટના સ્થળે, કહ્યું- આ માનવસર્જિત..!

આ પણ વાંચો – TRP Game Zone : હરણી બોટકાંડમાં 11, તક્ષશિલાનાં 14 આરોપી જેલમાંથી બહાર, ઝૂલતા પુલ કાંડમાં પણ ન્યાયની આશા

આ પણ વાંચો – TRP GameZone Tragedy : મળો 18 વર્ષના બહાદુર યુવકને, જેણે 6 ભૂલકાંઓને ભૂંજાતા બચાવ્યા

Whatsapp share
facebook twitter