Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

WTC ફાઈનલ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો, આ ખેલાડી થયો ઈજાગ્રસ્ત

09:23 PM Jun 04, 2023 | Hardik Shah

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ મેચ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ 7 જૂનથી ઇંગ્લેન્ડના ઓવલ સ્ટેડિયમમાં રમાશે. તે પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમનો સ્ટાર ઝડપી બોલર જોશ હેઝલવુડ (Josh Hazlewood) ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયાની ટીમમાં તેના સ્થાને માઈકલ નેસરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જોશ હેઝલવુડ ફાઈનલ મેચ પહેલા બહાર થયો

ભારત-ઓસ્ટ્રેલિયા (IND vs AUS) ની મેચ 7 જૂનથી ઈંગ્લેન્ડના ઓવલમાં રમાશે. બંને ટીમ તેની તૈયારીઓમાં વ્યસ્ત છે. જણાવી દઇએ કે, રોહિત શર્મા અને પેટ કમિન્સ ટાઈટલ મેચમાં આમને-સામને થવાના છે. વળી, ICC ટાઇટલ મેચ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. જણાવી દઇએ કે, ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ ફાઈનલ મેચ પહેલા બહાર થઈ ગયો છે. આ સાથે ઓસ્ટ્રેલિયા બોર્ડે પણ તેના સ્થાનની જાહેરાત કરી છે. જણાવી દઇએ કે, થોડા દિવસો પહેલા ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે જોશ હેઝલવુડને તેની 15 સભ્યોની ટીમમાં સામેલ કર્યો હતો. IPL માં ઈજાગ્રસ્ત હેઝલવુડને કોઈ ગંભીર સમસ્યા ન હોવાનું જાણવા મળતા તેને મુખ્ય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જોકે, તાજા જાણકારી મુજબ હવે તેને WTC ફાઈનલમાંથી બહાર થઇ ગયો છે.

આ ખેલાડીને લેવામાં આવ્યો

ભારત સામેની મેચ પહેલા ઓલરાઉન્ડર માઈકલ નેસરને જોશ હેઝલવુડની જગ્યાએ ઓસ્ટ્રેલિયાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બીજી તરફ નેસેરે ઓસ્ટ્રેલિયા માટે માત્ર 2 ટેસ્ટ અને 2 વનડે રમી છે. વળી, તે ઇંગ્લિશ કન્ટ્રી ચેમ્પિયનશિપમાં ગ્લેમોર્ગન તરફથી રમી રહ્યો હતો અને ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યો હતો. તેણે તે સમયગાળા દરમિયાન 5 મેચમાં 1 વિકેટ લીધી હતી અને સસેક્સ સામે સદી પણ ફટકારી હતી. જણાવી દઇએ કે, હેઝલવુડને WTC final પહેલા તેની ફિટનેસ સાબિત કરવા માટે પસંદ કરવામાં આવ્યો હતો. આ મહત્વની મેચ માટે તેને ફિટ માનવામાં આવી રહ્યો હતો. જોકે, હેઝલવુડે શનિવારે તાલીમ દરમિયાન ત્રણ સ્પેલ બોલ કર્યા બાદ રવિવારની જાહેરાત કરવામાં આવી છે. હેઝલવુડે જાન્યુઆરી 2023 થી એકપણ ટેસ્ટ રમી નથી. નવેમ્બર 2022 પછી ODI અને T20 ઇન્ટરનેશનલ પણ રમી શક્યો નથી.

જણાવી દઈએ કે જોશ હેઝલવુડ ભારત વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પહેલા સંપૂર્ણ રીતે ફિટ નથી, જેના કારણે તેને ભારે કિંમત ચૂકવવી પડી છે. આ સાથે જ હેઝલવુડને WTC ફાઈનલમાંથી બહાર થવું પડ્યું છે. વાસ્તવમાં, સ્ટાર ફાસ્ટ બોલર લાંબા સમયથી પોતાની ઈજામાંથી બહાર આવી રહ્યો હતો અને તેણે IPL 2023માં પણ ભાગ લીધો હતો, પરંતુ તે આખી મેચ રમી શક્યો ન હતો. હેઝલવુડ IPL 2023માં RCBનો ભાગ હતો. તે IPL સિઝનની શરૂઆતમાં ત્રણ મેચ રમ્યા બાદ ઈજાના કારણે બહાર થઈ ગયો હતો. તે સમયે આ નિર્ણયને સાવચેતીના પગલા તરીકે ગણવામાં આવ્યો હતો. જોકે, હવે તે સંપૂર્ણ રીતે ફિટ ન હોવાને કારણે ભારત સામેની ફાઈનલ મેચમાંથી બહાર થઈ ગયો છે.

આ પણ વાંચો – સચિન તેંડુલકરના પુત્રએ ફોટોગ્રાફર્સને આપી ગાળો! સોશિયલ મીડિયામાં થયો Troll

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ