+

Bhuj News: કચ્છી લેઉઆ પટેલ સમાજની મહિલાએ લંડનમાં પોલીસ બનીને સમાજનું ગૌરવ વધાર્યું

Bhuj News: ભુજ (Bhuj) તાલુકાના માધાપાર ગામની એક મહિલા ભુજ (Bhuj) સહિત દેશની શાનમાં વધારો કર્યો છે. તે ઉપરાંત આ ભુજની સહિત ગુજરાતની આ પ્રથમ મહિલા છે. જેને યુનાઈટેડ કિંગડમ…

Bhuj News: ભુજ (Bhuj) તાલુકાના માધાપાર ગામની એક મહિલા ભુજ (Bhuj) સહિત દેશની શાનમાં વધારો કર્યો છે. તે ઉપરાંત આ ભુજની સહિત ગુજરાતની આ પ્રથમ મહિલા છે. જેને યુનાઈટેડ કિંગડમ (UK) દ્વારા આ બિરૂદ આપવામાં આવ્યું છે.

ભુજની મહિલા યુનાઈટેડ કિંગડમમાં પોલીસ બની

ત્યારે ભુજ (Bhuj) તાલુકાના માધાપર નવાવાસમાં રહેતા પ્રમીલાબેન હાલાઈની યુનાઈટેડ કિંગડમ (UK) માં એક સુરક્ષા અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જોકે તેમની માતા હિરુબેન ભુડીયાએ 1971માં India-Pakistanના યુદ્ધ સમયે ભુજમાં રાતોરાત રનવે બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

Bhuj News

Bhuj News

પોલીસ કોમ્યુનિટી સપોર્ટ ઑફિસર તરીકે નિયુક્ત કરાયા

જોકે પ્રેમીલાબેન હાલાઈએ લંડનના પોલીસ વિભાગમાં 2.5 મહિનાની પોલીસ ટ્રેનિંગ (Police Training) લઈને પોલીસ વિભાગ (Police Department)માં અધિકારી તરીકે જોડાયા હતા. ત્યારે હાલમાં તેમને પોલીસ કોમ્યુનિટી સપોર્ટ ઓફિસર (Police Community Support Officer) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જૈ પૈકી લંડનના કારદિફ વિસ્તારમાં આવેલા પોલીસ મથકમાં નિમણૂક કરવામાં આવી છે.

માદરે વતન આવતા તેમનું ભવ્ય સ્વાગત કરાયું

પ્રેમીલાબેન હાલાઈ કહે છે કે તેઓની સફળ મહેનતથી તેઓ લોક સેવા સુધી પહોંચ્યા છે. તેઓ આજે પોલીસમાં જોડાઈને એક ગૌરવ અનુભવે છે. તેઓ કહે છે કે દરેક મહિલા પોતાના કાર્યમાં મન લગાવીને કાર્ય કરે તો સફળતા અચૂક મળે છે. આજે દરેક મહિલાઓ પોતાની સુરક્ષા જાતે કરીને સુરક્ષિત રહી શકે છે. આજે પ્રેમીલાબેન હાલાઈ માદરે વતન આવતા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને લેઉઆ પટેલ સમાજના મહિલા આગેવાન પારુલબેન રમેશભાઈ કારા દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Parshottam Rupala Statement: દલિત સમાજના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન

આ પણ વાંચો: VADODARA : પીવા લાયક પાણી ગટરમાં વહી જતા આક્રોશ

આ પણ વાંચો: VADODARA : હીટ એન્ડ રન, કાર ચાલકે ટક્કર મારી દંપતીને ફંગોળ્યા, ભાગવા જતા બાઇક ઢસડી

Whatsapp share
facebook twitter