+

West Bengal Exit Poll Results 2024: Exit Polls ના આંકડાએ સૌને ચોકાવ્યાં, થશે તખતાપલટ!

West Bengal Exit Poll Results 2024:  લોકસભા ચૂંટણી (Lok Sabha elections) માટે છેલ્લા તબક્કાનું મતદાન શનિવારે સમાપ્ત થયું છે. હવે 4 જૂને ચૂંટણીના પરિણામો જાહેર થશે. જો કે, આ પહેલા…

West Bengal Exit Poll Results 2024:  લોકસભા ચૂંટણી (Lok Sabha elections) માટે છેલ્લા તબક્કાનું મતદાન શનિવારે સમાપ્ત થયું છે. હવે 4 જૂને ચૂંટણીના પરિણામો જાહેર થશે. જો કે, આ પહેલા એક્ઝિટ પોલના આંકડા શનિવારે મોડી સાંજે જાહેર થયા છે, જેમાં બંગાળના આંકડાઓએ સૌથી ચોંકાવ્યા છે. પશ્ચિમ બંગાળની 42 બેઠકો પર ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલના (India Today-Axis My India exit poll) પરિણામો જોઈએ તો ભાજપને મહત્તમ 26-31 બેઠકો મળી શકે છે. સાથે જ TMC ને મોટો ફટકો પડવાની આશંકા છે. પાર્ટીને માત્ર 11-14 બેઠકો મળવાની આશા છે. આ સિવાય I.N.D.I. એલાયન્સને 0-2 સીટ મળવાની આશા છે.

એક્ઝિટ પોલનું પરિણામ શું કહે છે ?

ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયા એક્ઝિટ પોલમાં બંગાળમાં (West Bengal) સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ (TMC) પાર્ટી માટે મોટો ફટકો પડે તેવી આગાહી કરવામાં આવી છે. સરવે અનુસાર, પશ્ચિમ બંગાળમાં BJP ને 26 થી 31 બેઠક પર જીત મળે તેવી શક્યતા છે. ઈન્ડિયા ટુડેના એક્ઝિટ પોલમાં મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમૂલ કોંગ્રેસને 11 થી 14 બેઠકો મળવાની સંભાવના છે.

ભાજપનો વોટ શેર કેટલો છે ?

એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં (West Bengal Exit Poll Results 2024) બંગાળમાં BJP ના વોટ શેરમાં સંભવિત વધારો થવાની આગાહી કરવામાં આવી છે. એક્ઝિટ પોલ અનુસાર, ભાજપને 46 ટકા વોટ શેર મળી શકે છે. જ્યારે, TMC ને 40 ટકા વોટ મળવાની આશા છે. 2 ટકા મત અન્યના ખાતામાં જઈ શકે છે. ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયા અનુસાર, પશ્ચિમ બંગાળમાં 6 ટકા મતોના વધારા સાથે, ભાજપની (bjp) બેઠકો TMC કરતા બમણી થઈ શકે છે.

2019 માં શું પરિણામ આવ્યું ?

વર્ષે 2019 ની સામાન્ય ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે 42 માંથી 22 બેઠકો જીતી હતી. પૂર્વીય રાજ્યમાં દબંગ બનાવવાનો પ્રયાસ કરી રહેલી ભાજપે છેલ્લી લોકસભા ચૂંટણીમાં 18 બેઠકો જીતી હતી. 40 બેઠકો પર ચૂંટણી લડનાર કોંગ્રેસે બે બેઠકો જીતી હતી. 2024 ની લોકસભા ચૂંટણીનું પરિણામ 4 જૂને જાહેર થશે.

 

આ પણ વાંચો – Gujarat Exit Poll: એક્ઝિટ પોલ ગુજરાતના સમીકરણ બદલશે કે યથાવત રાખશે?

આ પણ વાંચો – Gujarat Exit Poll 2024 : ત્રીજી વાર ક્લીન સ્વીપ કરશે BJP ? જાણો શું કહે છે Exit Poll ?

આ પણ વાંચો – Elections : મતદાનની છેલ્લી ઘડીઓમાં INDIA ગઠબંધનની મહત્વની બેઠક

Whatsapp share
facebook twitter