Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Bhuj Municipal Corporation: પાલિકાના ટેન્કરો અધિકારીઓની સેવામાં, સ્થાનિકો પાણી માટે કાલાવેલી કરતા

04:49 PM Apr 09, 2024 | Aviraj Bagda

Bhuj Municipal Corporation: ભુજ (Bhuj) માં નગરપાલિકા (Municipal Corporation) ની બેદરકારીને લઈ સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી પડ્યો છે. નગરપાલિકા (Municipal Corporation) ની મુખ્ય પાણીની લાઈનમાં ભંગાણ પડવાને કારણે અનેક વિસ્તારમાં પાણી વગર નાગરિકોના રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને સિદ્ધપુર વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી પીવા માટે એક ગ્સાલ પૂરતું પણ પાણી મળી રહ્યું નથી. તેથી મહિલાઓએ પાલિકા (Municipal Corporation) સામે રોષ ઠાલ્વયો છે.

  • ભુજમાં નગરપાલિકાની ઘોર બેદરકારી આવી સામે
  • સિદ્ધપુરમાં 10 દિવસથી પાણીની સમસ્યા યથાવત
  • પાલિકાના પાણીના ટેન્કરો અધિકારીઓની સેવામાં મશરૂફ

Bhuj Municipal Corporation

ભુજ (Bhuj) ની અંદર આવેલા સિદ્ધપુર વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈ લોકોને ભારે હાંલાકિનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીની સમસ્યાને લઈ ભુજ નગપપાલિકા (Municipal Corporation) ને વારંવારમાં જાણ કરવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. તે ઉપરાંત જ્યારે મહિલાઓ પાલિકા (Municipal Corporation) ના દરવાજે સમસ્યાના નિરાકરણને લઈ જવાબ માગવા માટે આવે છે. ત્યારે પોલીસ દ્વારા મહિલાઓને પાલિકા (Municipal Corporation) ની અંદર પ્રવેશ કરતા રોકવામાં આવે છે. પાલિકા (Municipal Corporation) માં કોઈ અધિકારીઓ હાજર નથી, તેમ કહીને તેમને પાછા મોકલવામાં આવે છે.

સિદ્ધપુરમાં 10 દિવસથી પાણીની સમસ્યા યથાવત

Bhuj Municipal Corporation

જ્યારે અગાઉ 1 સપ્તાહ સુધી સતત પાણીની સમસ્યા ઉદ્ભવી હતી. ત્યારે સિદ્ધપુરના સ્થાનિકોએ પાલિકે આ અંગે રજૂઆત કરી હતી. ત્યારે પાલિકા (Municipal Corporation) એ રાત સુધીમાં પાણીના ટેન્કર પહોંચાડી આપવાનું આશ્વાસન આપ્યું હતું. પરંતુ રાત્રિના 3 વાગ્યા સુધી સ્થાનિકો સરકારી પાણીના ટેન્કરની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ કોઈ ટેન્કર આવ્યુ ન હતું.

પાલિકાના પાણીના ટેન્કરો અધિકારીઓની સેવામાં મશરૂફ

તે ઉપરાંત સ્થાનિકોનું કહેવું છે કે, પાલિકા (Municipal Corporation) દ્વારા સરકારી અધિકારીઓને ત્યાં પાણીના ટેન્કરો સતત રાત-દિવસ સેવામાં હાજર રહે છે. તેના કારણે ભુજના સામાન્ય નાગરિકોના વિસ્તારમાં કોઈ પણ પાણીના ટેન્કર પહોંચતા નથી. તે ઉપરાંત ખાનગી પાણીના ટેન્કરોના ભાવ આસમાને છે. જો કોઈ ટેન્કર મંગાવવામાં આવે તો પણ, સમગ્ર વિસ્તારમાં એક પાણીના ટેન્કરથી પાણીની સમસ્યાનો નિકાલ આવી શકે તેમ નથી. અને જ્યારે પાલિકા (Municipal Corporation) ના ટેન્કર આવે ત્યારે તેઓ પણ એક જ પાણીનું ટેન્કર પહોંચાડે છે. તેથી પાણીની સમસ્યામાં કોઈ સચોટ નિરાકરણ આવી રહ્યું નથી.

આ પણ વાંચો: Paresh Dhanani : ગુજરાત રાજકારણના સૌથી મોટા સમાચાર! પરેશ ધાનાણીએ આપ્યો આ સૂચક સંકેત!

આ પણ વાંચો: Chotila : ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે ચામુંડા માતાજીને વિશેષ શણગારથી સજાવવામાં આવ્યા

આ પણ વાંચો: લોકશાહીના પર્વમાં સૌ કોઇ મતદાતા સહભાગી બને તે માટે ચૂંટણી આયોગે શું કર્યો પ્રયાસ ?