+

બે પત્નીને ડિવોર્સ આપી ત્રીજીને ગર્ભવતી બનાવી છતાં યુવકે ગર્લફેન્ડ રાખી

બે પત્નીને ડિવોર્સ આપી ત્રીજી યુવતી સાથે લગ્ન કર્યા બાદ પણ ગર્લફ્રેન્ડ બનાવનાર ભાવનગરના રંગીલા યુવક સામે તેની ત્રીજી પત્નીએ 181 મહિલા હેલ્પલાઇનની મદદ માગી હતી. 181 મહિલા સુરક્ષા હેલ્પલાઇનમાં બુધવારે 8 માસની ગર્ભવતી મહિલા આવી હતી. મહિલાએ અભયમ્ ની ટીમને જણાવ્યું કે તે ભાવનગરમાં સાસરું ધરાવે છે. મહિલા સાથે લગ્ન બાદ  તેના પતિએ અમદાવાદમાં ભાડે મકાન રાખી તેને અમદાવાદ લઇ ગયો હતો. તેનો પતà
બે પત્નીને ડિવોર્સ આપી ત્રીજી યુવતી સાથે લગ્ન કર્યા બાદ પણ ગર્લફ્રેન્ડ બનાવનાર ભાવનગરના રંગીલા યુવક સામે તેની ત્રીજી પત્નીએ 181 મહિલા હેલ્પલાઇનની મદદ માગી હતી. 
181 મહિલા સુરક્ષા હેલ્પલાઇનમાં બુધવારે 8 માસની ગર્ભવતી મહિલા આવી હતી. મહિલાએ અભયમ્ ની ટીમને જણાવ્યું કે તે ભાવનગરમાં સાસરું ધરાવે છે. મહિલા સાથે લગ્ન બાદ  તેના પતિએ અમદાવાદમાં ભાડે મકાન રાખી તેને અમદાવાદ લઇ ગયો હતો. તેનો પતિ તેને અમદાવાદમાં મહિને એકાદવાર મળવા જતો હતો અને તેની કોઇ સારસંભાળ રાખતો ન હતો. 
અભયમ્ પાસેથી મળેલી માહિતી મુજબ  ભાવનગર શહેરમાં રહેતા યુવકે અગાઉ તેની બે પત્નિને ડિવોર્સ આપી દીધાં બાદ બે વર્ષ પૂર્વે રાજસ્થાનની એક મહિલા સાથે લગ્ન કર્યા હતા. કોરોનાનું બહાનું ધરી આ યુવકે એકલા ત્યાં જઈને મહિલા સાથે લગ્ન કર્યું હતું અને તેને લઈ આવી અમદાવાદમાં ભાડાના મકાન રાખીને સંસાર શરૂ કર્યો હતો. 
યુવક તેની ત્રીજી પત્નીને મહિને એકાદ વખત મળવા જતો અને ખર્ચના પૈસા આપતો હતો. સમય વિતતા મહિલા ફોન કરે તો તેને સરખો જવાબ પણ  આપતો ન હતો. ધીમે ધીમે તેણે ખર્ચના પૈસા આપવાનું પણ બંધ કરી દીધું હતું. 
ત્યારબાદ  આ મહિલાએ તપાસ કરતાં તેને જાણ થઇ હતી કે તેનો પતિ અન્ય યુવતી સાથે પણ સંબંધ ધરાવે છે અને તેને ગર્લફ્રેન્ડ તરીકે રાખે છે. 
મહિલા ગર્ભવતી હોવા છતાં છેલ્લા ત્રણ મહિનાથી તેનું ચેકઅપ પણ કરાવ્યું ન હતું અને તેનું ધ્યાન પણ રાખતો ન હતો. આખરે આ મહિલા બસમાં બેસીને ભાવનગર પહોંચી હતી. 
ભાવનગર આવીને તેણે પોતાની આપવિતી અભયમ્ સમક્ષ વર્ણવી હતી. તેણે કહ્યું કે  તેનો પતિ છેલ્લા 3 મહિનાથી તેને કંઈ ખર્ચ આપતો નથી. ગર્ભવતી હોવા છતાં કંઈ ધ્યાન આપતો ન હતો. 
અભયમ્ ની ટીમે તેના પતિને પણ બોલાવ્યો હતો. મહિલા કાઉન્સિલર દ્વારા તેના પતિને કાયદાકીય સમજ અપાઇ હતી. આ યુવકે નફ્ફ્ટાઇ બતાવી તેની પત્નીના ગર્ભમાં રહેલું બાળક પોતાનું નહીં હોવાનો પણ દાવો કર્યો હતો. અભયમ્ ની સમજાવટ બાદ આખરે આ યુવક ત્રીજી પત્નીને સ્વીકારવા તૈયાર થયો હતો. 
Whatsapp share
facebook twitter