+

ભાવનગર બાંદ્રા વચ્ચે દિવાળીના તહેવાર નિમિત્તે મુસાફરોની સુવિધા માટે સ્પેશિયલ ટ્રેન, જાણી લો રૂટ

હાલમાં દીવાળીનો તહેવાર નજીક છે. કોરોના કાળના બે વર્ષ બાદ આ વર્ષે આ તહેવારને લઇને લોકોમાં અનેરો ઉત્સાહનો માહોલ છે, ત્યારે લોકોની સુવિધાને ધ્યાને રાખીને ભાવનગર બાંદ્રા વચ્ચે દિવાળીના તહેવાર નિમિત્તે મુસાફરોની સુવિધા માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે.દર ગુરુવારે ભાવનગર ટર્મિનસથી 14:50 કલાકે ઉપડશેઆગામી તહેવારો દિવાળીને ધ્યાનમાં રાખી મુસાફરોને સુવિધા માટે પશ્ચિમ રેલવે ભાવનગર
હાલમાં દીવાળીનો તહેવાર નજીક છે. કોરોના કાળના બે વર્ષ બાદ આ વર્ષે આ તહેવારને લઇને લોકોમાં અનેરો ઉત્સાહનો માહોલ છે, ત્યારે લોકોની સુવિધાને ધ્યાને રાખીને ભાવનગર બાંદ્રા વચ્ચે દિવાળીના તહેવાર નિમિત્તે મુસાફરોની સુવિધા માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે.


દર ગુરુવારે ભાવનગર ટર્મિનસથી 14:50 કલાકે ઉપડશે
આગામી તહેવારો દિવાળીને ધ્યાનમાં રાખી મુસાફરોને સુવિધા માટે પશ્ચિમ રેલવે ભાવનગર ટર્મરી અને બાંદ્રા ટર્મની વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે, ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએસ માસુક અહમદના જણાવ્યા અનુસાર આ વિશેષ ટ્રેનની વિગત નીચે મુજબ છે,  ટ્રેન નંબર ( 09208) (09207) ભાવનગર બાંદ્રા ભાવનગર સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ 10 ટ્રીપ ટ્રેન નંબર 09 208 ભાવનગર બાંદ્રા સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ 20 ઓક્ટોબર 27 ઓક્ટોબર, 3 નવેમ્બર,10 નવેમ્બર અને 17 નવેમ્બર 2022 એટલે કે દર ગુરુવારે ભાવનગર ટર્મિનસથી 14: 50 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 6  કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
 

આ સ્ટેશને ઉભી રહેશે સ્પેશિયલ ટ્રેન
ટ્રેન નંબર 09 207 બાંદ્રા ભાવનગર સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ 21 ઓક્ટોબર 28 ઓક્ટોબર 4 નવેમ્બર 11 નવેમ્બર અને 18 નવેમ્બર 2022 એટલે કે દર શુક્રવારે બાંદ્રા ટર્મિનસથી 9,15 કલાકે ઉપડશે અને તે જ દિવસે 23:45 કલાકે ભાવનગર પહોંચશે. આ ટ્રેન ભાવનગર પરા સોનગઢ ધોળા બોટાદ સુરેન્દ્રનગર ગેટ અમદાવાદ નડિયાદ વડોદરા, સુરત વાપી અને બોરીવલી સ્ટેશને ઉભી રહેશે.


સાપ્તાહિક સ્પેશિયલનું બુકિંગ 17 મી ઓક્ટોબર 2022 થી શરૂ
ઉપરોક્ત ટ્રેનમાં એસી બે ટાયર 3 ટાયર ACસ્લીપર અને સેકન્ડ ક્લાસ સેટિંગ કોચો ના સમાવેશ થાય છે ટ્રેન નંબર 09 208 ભાવનગર બાંદ્રા સુપર ફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલનું બુકિંગ 17 મી ઓક્ટોબર 2022 થી શરૂ થશે અને ટ્રેન નંબર 09 207 ભાવનગર બાંદ્રા સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલનું બુકિંગ 18 ઓક્ટોબર 2022 થી પેસેન્જર રિઝર્વેશન ખાતે irctc ની વેબસાઈટ પર શરૂ થશે આ ટ્રેનનો ઓપરેટિંગ સમય સ્ટોપેજ અને સ્ટ્રકચર ને લગતી વિગતવાર માહિતી માટે મુસાફરોએ વેબસાઈટ www. enquiry. Indian rail.gov.in પર જઈ શકશે.
Whatsapp share
facebook twitter