+

ભાવનગરના સિહોરમાં છાશ પીવાથી ૫૦૦થી વધુ લોકોને ફૂડપોઇઝનની અસર થઇ

 રાજયમાં દિવસેને દિવસે  ગરમીનું તાપમાન વધતું જોવા મળી રહ્યું છે. ત્યારે લોકો ગરમીથી રાહત  મેળવવા  માટે  ઠંડા-પીણાં પીતા હોય છે .વધારે પડતી  ગરમીના કારણે લોકોમાં ઝાડા - ઉલ્ટી ના કેસો  વધારે  જોવા મળી રહ્યા છે. તેવામાં ભાવનગર જિલ્લાના સિહોરમાં લોકો ગરમીથી રાહત મેળવવા સિહોરના પ્રખ્યાત મીઠાઈ વાળાની છાશ પીતા ૫૦૦થી વધુ લોકોને  ફૂડ પોઇઝનની અસર થઇ  હતી .મહત્વનું છે કે છાશ પીવાથી લોકોને ફ
 રાજયમાં દિવસેને દિવસે  ગરમીનું તાપમાન વધતું જોવા મળી રહ્યું છે. ત્યારે લોકો ગરમીથી રાહત  મેળવવા  માટે  ઠંડા-પીણાં પીતા હોય છે .વધારે પડતી  ગરમીના કારણે લોકોમાં ઝાડા – ઉલ્ટી ના કેસો  વધારે  જોવા મળી રહ્યા છે. તેવામાં ભાવનગર જિલ્લાના સિહોરમાં લોકો ગરમીથી રાહત મેળવવા સિહોરના પ્રખ્યાત મીઠાઈ વાળાની છાશ પીતા ૫૦૦થી વધુ લોકોને  ફૂડ પોઇઝનની અસર થઇ  હતી .
મહત્વનું છે કે છાશ પીવાથી લોકોને ફૂડ પોઇઝનની અસર થતા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સિહોરના દવાખાનાઓમાં દર્દીઓનું કીડીયારું ઉભરાયું હતું.હોસ્પિટલમાં લોકોના ટોળા વળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.હોસ્પિટલમાં દર્દીઓને ટોળા ઊમટતા બાટલા, દવા અને સ્ટાફ પણ ટૂંકો પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા આ મીઠાઈવાળા ની છાશ પીવાથી અગાઉ પણ 50 થી વધુ લોકોને પોઇઝન થયાની ઘટના હતી.
Whatsapp share
facebook twitter