+

છેલ્લાં 20 વર્ષથી પેન્ડીંગ કેસોનો ભાવનગરની લોક અદાલતમાં આજે સુખદ ઉકેલ આવ્યો

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાને અનુલક્ષીને આજે ભાવનગર ખાતે કાર્યરત તમામ અપીલ અદાલતો તથા સિનીયર, જુનીયર અદાલતોમાં તાલુકા ખાતે કાર્યરત વિવિધ અદાલતોમાં ઘણાં વર્ષોથી કેસો પેઇન્ડાંગ હતાં. તેના નિકાલ માટે  આજે ભાવનગર ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક અદાલત સમય અને પૈસાની બચત કરે છેભાવનગરની ડિ
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાને અનુલક્ષીને આજે ભાવનગર ખાતે કાર્યરત તમામ અપીલ અદાલતો તથા સિનીયર, જુનીયર અદાલતોમાં તાલુકા ખાતે કાર્યરત વિવિધ અદાલતોમાં ઘણાં વર્ષોથી કેસો પેઇન્ડાંગ હતાં. તેના નિકાલ માટે  આજે ભાવનગર ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.

 લોક અદાલત સમય અને પૈસાની બચત કરે છે
ભાવનગરની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલતનો શુભારંભ ભાવનગરના પ્રિન્સીપલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ આર.ટી. વચ્છાણી દ્વાર કરાયું. ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ એ.બી. ભોજકે જણાવ્યું હતું કે, કોર્ટના અધિકારીઓ, કર્મચારીઓ અને વકીલોની છેલ્લા દોઢ-બે મહિનાના અથાગ પ્રયાસોથી આજે ઘણાં પેન્ડીંગ કેસોનો નિકાલ આવશે. ડિસ્ટ્રીક્ટ જજે વધુમાં જણાવ્યું કે, છેલ્લા ૨૦ વર્ષથી અદાલતમાં ચાલતા જેટલા કેસોનો આજે લોક અદાલતમાં ઉકેલ આવ્યો છે તે આવકાર્ય છે.લગ્ન વિષયક કેટલાક કેસોનો પણ સુખદ ઉકેલ આવે છે તેમજ વાહન અકસ્માતોના કેસો પણ લાંબો સમય સુધી ચાલે છે પણ લોક અદાલતમાં આવા કેસો આવતા તાત્કાલીક વાહન અકસ્માતમાં અરજદારને ન્યાય મળે છે. સમય અને પૈસાની બચત થાય છે અને તકરારનો કાયમી ઉકેલ આવે છે.
 
ઘણાં કેસનો સુખદ અંત આવ્યો  
આ કાર્યક્રમમાં ભાવનગરના એડિશનલ સેસન્સ જજ એ.બી. ભોજક,  વકીલો સહિત સિનીયર અને જુનીયર ન્યાયમૂર્તિશ્રીઓ તેમજ ભાવનગર જિલ્લા સરકારી વકીલ વિપુલ દેવમુરારી સહિતના સરકારી વકીલો તેમજ લો કોલેજના વિદ્યાર્થીઓ પણ જોડાયાં હતાં.આજની લોક અદાલતમાં સમાધાનપાત્ર, દિવાની, ફોજદારી, પીજીવીસીએલ, નેગોશીયેબલ એક્ટ, મોટર અકસ્માત વળતર, લગ્ન વિષયક કેસો, રેવન્યુ કેસો, જમીન સંપાદનના વળતરના કેસો, લેબર કોર્ટના કેસો વિગેરેનો સમાધાન કરી ઉકેલ લાવવામાં આવ્યો હતો
.
Whatsapp share
facebook twitter