+

ગુજરાત BJPના ત્રણ જીલ્લા અને એક શહેરના સંગઠનનું વિસર્જન

ભાજપે વધુ ચાર જિલ્લાના પ્રમુખોના રાજીનામા લઇ લીધા મહેસાણા, બોટાદ, ભાવનગર જીલ્લો અને ભાવનગર શહેરના પ્રમુખના રાજીનામાપ્રમુખના રાજીનામા બાદ ચાર જીલ્લાના સંગઠનનું પણ વિસર્જન.આ અગાઉ ત્રણ થી ચાર જિલ્લા પ્રમુખોના રાજીનામાં લેવાય હતા.રાજ્યના રાજકારણ (Politics)માં મહત્વના સમાચાર આવી રહ્યા છે. ગુજરાત ભાજપે ( Gujarat BJP) ચાર શહેર જીલ્લા ભાજપ સંગઠનનું વિસર્જન કરવાનો નિર્ણય લીધો છે. મહેસાણા, બોટાદ, ભ
  • ભાજપે વધુ ચાર જિલ્લાના પ્રમુખોના રાજીનામા લઇ લીધા 
  • મહેસાણા, બોટાદ, ભાવનગર જીલ્લો અને ભાવનગર શહેરના પ્રમુખના રાજીનામા
  • પ્રમુખના રાજીનામા બાદ ચાર જીલ્લાના સંગઠનનું પણ વિસર્જન.
  • આ અગાઉ ત્રણ થી ચાર જિલ્લા પ્રમુખોના રાજીનામાં લેવાય હતા.
રાજ્યના રાજકારણ (Politics)માં મહત્વના સમાચાર આવી રહ્યા છે. ગુજરાત ભાજપે ( Gujarat BJP) ચાર શહેર જીલ્લા ભાજપ સંગઠનનું વિસર્જન કરવાનો નિર્ણય લીધો છે. મહેસાણા, બોટાદ, ભાવનગર જીલ્લો અને ભાવનગર શહેરના પ્રમુખોએ વ્યક્તિગત કારણોસર જવાબદારી સંભાળવામાં પ્રતિકૂળતા દર્શાવતા તમામે સ્વૈચ્છિક રાજીનામા આપ્યા છે અને ત્યારબાદ પ્રદેશ ભાજપે આ નિર્ણય લીધો છે. 

ચાર જીલ્લાના સંગઠનનું પણ વિસર્જન
પ્રમુખોના રાજીનામા બાદ ચાર જીલ્લાના સંગઠનનું પણ વિસર્જન કરવામાં આવ્યું છે. પ્રદેશ ભાજપે આ બાબતે અખબારી યાદી પણ જાહેર કરી છે. ઉલ્લેખનિય છે કે આ અગાઉ ત્રણ થી ચાર જીલ્લા પ્રમુખોના રાજીનામા લેવાયા હતા.
ગુજરાત ભાજપની જાહેરાત
પ્રદેશ ભાજપના મીડિયા કન્વીનર ડો.યજ્ઞેશ દવેએ જાહેર કરેલી પ્રેસ નોટમાં જણાવાયું છે કે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે  કે મહેસાણા, બોટાદ, ભાવનગર જીલ્લો અને ભાવનગર શહેરના પ્રમુખોએ વ્યક્તિગત કારણોસર જવાબદારી સંભાળવામાં પ્રતિકૂળતા દર્શાવી સ્વૈચ્છિક રાજીનામુ આપ્યું છે. આથી મહેસાણા, બોટાદ, ભાવનગર જીલ્લાના અને ભાવનગર શહેરના મુખ્ય સંગઠનનુંવિસર્જન કરવાનો નિર્ણય કર્યો છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter