Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Bharuch: પરિણીત પ્રેમી સાથેના સંબંધનો કરૂણ અંજામ, પરિવારે લગાવ્યો આવો આક્ષેપ

11:20 PM Aug 11, 2024 |
  1. બે વારના લગ્ન બાદ છુટાછેડા લીધેલ યુવતી પિયરમાં રહેતી હતી
  2. યુવતીનો એક પરિણીત યુવક સાથે હતો પ્રેમ સંબંધ
  3. પ્રેમીએ મરવા મજબુર કરી હોવાના પરિવારે કર્યો આક્ષેપ

Bharuch: ભરૂચ (Bharuch) જિલ્લાના ઝઘડિયા તાલુકાના પીપરીપાન ગામની એક યુવતીને એક પરિણીત યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. પ્રેમીની પત્નીએ યુવતીના ઘરે આવીને ઝપાઝપી કરી હતી. તેમજ ત્યારબાદ યુવતીના પરિણીત પ્રેમી દ્વારા તેનું અપહરણ કરીને તેને મરવા મજબુર કરતા યુવતીએ એસિડ ગટગટાવતા સારવાર દરમિયાન તેનું મોત થયું હોવાના આક્ષેપ સાથે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવી હતી.

આ પણ વાંચો: Bharuch: સરદાર સરોવર ડેમના 9 દરવાજા ખોલાયા, નર્મદા નદીમાં ઠલવાઈ પાણીનો પ્રવાહ

આખરે યુવતીના મોત પાછળ કોણ જવાબદાર?

ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ પીપરીપાન ગામની એક યુવતીના બે વારના લગ્ન બાદ છુટાછેડા થતાં યુવતી પિયરમાં રહેતી હતી. આ યુવતીને ભીમપોર સાંકરીયાના નટવરભાઇ વસાવા નામના એક પરિણિત યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. દરમિયાન ગત તારીખે 03 ના રોજ સાંજના ચારેક વાગ્યાના સમયે નટવરભાઇની પત્ની જશોદાબેન યુવતીના ઘરે આવી હતી અને યુવતીને ગમેતેમ ગાળો બોલીને ઝપાઝપી કરી હતી. રાતના આઠ વાગ્યાના અરસામાં યુવતીનો પ્રેમી નટવર બીજા અન્ય બે ઇસમો સાથે બોલેરો ફોર વ્હિલ ગાડી લઇને યુવતીના ઘરે આવ્યો હતો. ત્યારબાદ નટવર તેની પ્રેમિકા યુવતીનો હાથ પકડીને તેની સાથે લઇ જતો હતો.

આ પણ વાંચો: Chhotaudepur: પ્રકૃતિની ગોદમાં ખીલ્યો ધારસીમેલ ધોધ, દૂરથી દૂરથી આવે છે સેહલાણીઓ

પ્રેમીએ મારી નાખવીની ધમકી આપ્યાનો આક્ષેપ

ઘરના લોકોએ એને રોકવાની કોશિશ કરવા છતા આ લોકો ઝપાઝપી કરીને યુવતીને જબજસ્તી ગાડીમાં બેસાડીને લઇ ગયા હતા. પ્રેમી નટવરે કહ્યું હતુ કે, યુવતીને શોધવાની કોશિશના કરતા નહીં તો તેને મારી નાંખીશ. યુવતીએ તેના શરીર પર સોનાચાંદીના કેટલાક દાગીના પહેરેલ હતા. ત્યારબાદ યુવતીના પરિવારે તેની શોધ કરવા છતા તેની કોઇ ભાળ મળી નહોતી. દરમિયાન ગતરોજ તારીખ 09 મીના રોજ નટવરભાઇએ યુવતીના પિતાને ફોન કરીને જણાવ્યું હતું કે તારીખ 08 મીના રોજ યુવતીએ ઝઘડિયા ખાતે બાથરૂમ સાફ કરવાનો એસિડ પી લેતા તેને સારવાર માટે વડોદરા લઇ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે.

આ પણ વાંચો: Ahmedabad: ગરીબો સાથે આવાસના નામે કરવામાં આવી છેતરપિંડી, 40 થી વધારે લોકો સાથે…

પરિવારે પ્રેમી સામે નોંધાવી પોલીસ ફરિયાદ

પોલીસ ફરિયાદ પ્રમાણે યુવતીનો ભાઇ તેમજ અન્ય સંબંધીઓ વડોદરા સયાજી હોસ્પિટલમાં ગયા હતા. આ દરમિયાન યુવતીનો મૃતદેહ પીએમ રૂમમાં હતો અને તેના શરીર પર ઇજાના નિશાન હોવા ઉપરાંત તેને પહેરેલ સોના-ચાંદીના દાગીના તેના શરીર હતા નહીં. આ બાબતની જાણ યુવતીના ભાઇ ભદ્રેશે ફોન દ્વારા તેના પિતાને જણાવી હતી. યુવતીએ એસિડ પી લેતા તેનું મોત થયું હોવાની ઘટનામાં યુવતીના પિતા ગણેશભાઇ મોહનભાઇ વસાવા (રહે.ગામ પીપરીપાન તા.ઝઘડિયાના)એ નટવરે ઇરાદાપૂર્વક મરવા માટે મજબુર કરતા તેમની દીકરી એસિડ પી જતા મરણ પામી હોવાના આક્ષેપ કર્યો છે. આ સાથે યુવતીના પ્રેમી નટવર નરસિંહ વસાવા અને જશોદાબેન નટવરભાઇ વસાવા બન્ને (રહે.ગામ ભીમપોર, ભીમપોર સાંકરીયા તા.ઝઘડિયા)ના તેમજ અન્ય બીજા બે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ નોંધવી હતી. જેથી પોલીસે ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી હતી.

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ