Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Bharuch: હેવાન હવસખોર પાડોશીએ 72 વર્ષની વૃદ્ધા ઉપર દાનત બગાડી, આચર્યું બળજબરીપૂર્વક દુષ્કર્મ

04:27 PM Jul 16, 2024 | VIMAL PRAJAPATI

Bharuch: સોશિયલ મીડિયાના જમાનામાં હવે હવાસખોરોથી વૃદ્ધાઓ પણ સુરક્ષિત નથી. આવો જે કિસ્સો ભરૂચ (Bharuch) જિલ્લાના એક ગામમાંથી સામે આવ્યો છે. જેમાં હવસખોરે પોતાની હવસ સંતોષવા માટે 72 વર્ષની વૃદ્ધાને ઘરમાં એકલતાનો લાભ લઈ દુષ્કર્મનો શિકાર બનાવી હતી. નોંધનીય છે કે, વૃદ્ધના ગુપ્તાંગમાંથી લોહી સતત વહેતું થતા ગંભીર અવસ્થામાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન પાડોશીની જ હવસખોરનો ભાંડો ફૂટી જતા પોલીસે ગણતરીના કલાકોમાં જ હવસખોર આરોપીને ઝડપી પાડ્યો છે.

પાડોશીએ 72 વર્ષની વૃદ્ધા ઉપર દાનત બગાડી

ભરૂચ જિલ્લાના એક ગામમાં પાડોશીએ પોતાની હવસ પાડોશમાં રહેતી 72 વર્ષની વૃદ્ધા ઉપર દાનત બગાડી હવસ સંતોષી છે. તપાસમાં ભોગ બનનાર વૃદ્ધાનો દીકરો નોકરીએ, વહુ મજુરી કામે ગઈ હતી અને બાળકો સ્કૂલે ગયા હતા. તે દરમિયાન વૃદ્ધા પોતાના ઘરમાં એકલી હતી તે દરમિયાન પાડોશી આધેડ અર્જુનભાઈ હરિભાઈ વસાવા (ઉંમર વર્ષ 48)એ વૃદ્ધાના ઘરમાં ઘુસી તેની ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. વૃદ્ધા ઉપર એટલી નીચ કક્ષાએ દુષ્કર્મ આંચળ્યું કે તેના ગુપ્તાગમાંથી સતત લોહી વહેતું થઈ ગયું હતું.

હવસખોર પાડોશીની ધરપકડ કરી કાર્યવાહી શરૂ

ઉલ્લેખનીય છે કે, વૃદ્ધાની તબિયત લથડી ગઈ હોવાથી સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. સમયસર સારવાર મળતા વૃદ્ધાનો જીવ પણ બચી ગયો છે પરંતુ આવા હવસખોર પાડોશી સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે પણ નીચ કક્ષાના હવસખોર પાડોશીની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે. નોંધનીય છે કે, એક સંતાનના પિતાએ પોતાની હવસ સંતોષવા એક વૃદ્ધાને શિકાર બનાવી હતી. ઉલ્લેખનીય છે કે, પોલીસે પણ તાત્કાલિક કાર્યવાહી કરી છે.

પાડોશી વૃદ્ધા ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યુ

પાડોશીએ પોતાની હવસ 72 વર્ષની વૃદ્ધા ઉપર સંતોષતા વૃદ્ધાની તબિયત હાલત લથડી ગઈ હતી. પીડિતાને સતત ગુપ્તાંગમાંથી બ્લડીંગ થતું હતું. જેના પગલે તેણીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. તપાસ દરમિયાન પાડોશ એ વૃદ્ધા ઉપર બળજબરી પૂર્વક બળાત્કાર ગુજારીયો હોવાની ઘટના સામે આવી હતી. ડિતાની હોસ્પિટલમાં પૂછપરછ દરમિયાન ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું તાલુકા પોલીસ મથકના પી.આઈ પ્રકૃતિ ઝણકાટએ જણાવ્યું હતું.

દુષ્કર્મના પ્રકરણમાં નરાધમની ધરપકડ કરવામાં આવી

ભરૂચ જિલ્લાના એક ગામમાં પત્ની અને સંતાનો હોવા છતાં નરાધમે પોતાની હવસ પાડોશી વૃદ્ધા ઉપર સંતોષી હોય તેવી ચોકાાવનારી ઘટના સામે આવી છે. જેમાં 72 વર્ષની વૃદ્ધાની તબિયત લથડી ગઈ હતી અને તેણે સારવાર તે ખસેડતા તેણીની ઉપર બળાત્કાર ગુજારનાર નરાધમ સામે ગંભીર પ્રકારનો બળાત્કારનો ગુનો દાખલ કર્યો છે. આ સાથે પોલીસે ગણતરીના કલાકોમાં જ હવસખોર પાડોશી નરાધમની ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચો: Bharuch: નકલી નોટોના 50 બંડલ સાથે પોલીસે બેની ધરપકડ કરી, મોટા કૌભાંડનો પર્દાફાશ

આ પણ વાંચો: Saputara એટલે ગુજરાતનું સ્વર્ગ, શાંત વાતાવરણ અને ઠંડા પવનોથી પ્રવાસીઓ થયા મંત્રમુગ્ધ

આ પણ વાંચો: Ahmedabad: જોધપુર વિસ્તારમાં 17 વર્ષની સગીરા અગમ્ય કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું