+

BHARUCH : આમોદ કોર્ટ પાસે મગરની લટારને પગલે લોકોમાં ઉત્તેજના વ્યાપી

BHARUCH : ભરૂચ જિલ્લા (BHARUCH DISTRICT) ના આમોદ (AMOD) તાલુકામાં ઢાઢર નદી 100 ફૂટે પાર થઈ હતી જેના પગલે ઢાઢર નદીમાં પૂરની પરિસ્થિતિના કારણે ઢાઢર નદીમાં રહેલા મગરો ખેડૂતોના ખેતરો…

BHARUCH : ભરૂચ જિલ્લા (BHARUCH DISTRICT) ના આમોદ (AMOD) તાલુકામાં ઢાઢર નદી 100 ફૂટે પાર થઈ હતી જેના પગલે ઢાઢર નદીમાં પૂરની પરિસ્થિતિના કારણે ઢાઢર નદીમાં રહેલા મગરો ખેડૂતોના ખેતરો અને માનવ વસ્તીમાં ભૂતિયા હોવાના અહેવાલો વચ્ચે પાણી ઓસરાતા મગરો માર્ગ ઉપર લટાર મારતા એક મગરનું આમોદ કોર્ટ નજીકથી રેસકર્યું હતું.

પશુ ચિકિત્સક પાસે મગરનું મેડીકલ ચેકઅપ

આમોદ કોર્ટ જવાના રોડ ઉપર રાત્રિના સમયે આશરે છ ફૂટ લાંબો મગર જોવા મળતા મગરનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. આમોદ કોર્ટ જવાના રોડ ઉપર આમોદના કેટલાંક યુવાનોએ રાત્રિના સમયે મગર જોવા મળ્યો હતો. જેથી તેમણે આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણને જાણ કરતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણની સુચના અને માર્ગદર્શન મુજબ તથા ફોરેસ્ટર જશુભાઇ.જી.પરમાર, બીટગાર્ડ અનિલ પઢીયાર,વિપિન પરમાર તેમજ નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમાર તથા જીવદયા કાર્યકર અનિલ ચાવડાને સાથે રાખી ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યું કરવામાં આવ્યુ હતુ. ત્યાર બાદ મગરને આમોદ વનવિભાગની કચેરીએ લાવી આમોદના પશુ ચિકિત્સક પાસે મગરનું મેડીકલ ચેકઅપ કરાવ્યા બાદ મગરને નૈસર્ગીક વાતાવરણમાં મુકત કરવામાં આવ્યો હતો.

મગર દેખાય તો વન વિભાગનો સંપર્ક કરો

અત્રે ઉલ્લેખનીય આ બાબતે છે કે ધાધર નદીના પાણી ઓસરાયા બાદ ઢાઢર નદીમાં મગરો ખેતરોમાં ઘૂસ્યા હોવાના અહેવાલો વચ્ચે ઘણા ખેડૂતોના ખેતરોમાં ખેત મજૂરો પણ ભયના ઓથા હેઠળ મજૂરી કામ અર્થે જઈ રહ્યા છે કોઈપણ ખેડૂતના ખેતર કે માનવ વસ્તીમાં મગર દેખાય તો વન વિભાગનો સંપર્ક કરવા માટે પણ અધિકારીઓએ જણાવ્યું હતું

અહેવાલ – દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો — BHARUCH : ગણેશ વિસર્જનમાં અપશબ્દો બોલતા શખ્સને ટોકતા પોલીસ કર્મી પર હિંસક હુમલો

Whatsapp share
facebook twitter