- આજે રક્ષા બંધનનું શુભ પર્વ
- રક્ષાબંધન પર્વમાં ભદ્રા, રાહુ કાલ અને પંચક
- બહેનો પાસે રાખડી બાંધવા માટે માત્ર આટલો સમય
Raksha Bandhan : ભાઈઓ અને બહેનો વચ્ચેના અતૂટ પ્રેમ અને વિશ્વાસનો તહેવાર રક્ષા બંધન (Raksha Bandhan) આજે 19 ઓગસ્ટ સોમવારના રોજ છે. આજે સર્વાર્થ સિદ્ધિ, શોભન અને રવિ જેવા શુભ અને મહત્વપૂર્ણ યોગોનો પણ મોટો સંયોગ છે. પરંતુ તેની સાથે રક્ષાબંધન પર્વ પર અનેક અશુભ યોગોની ઘેરી છાયા પણ પડી રહી છે.
રક્ષાબંધન પર 2 ખૂબ જ અશુભ યોગ
ભદ્રા, રાહુ કાલ અને પંચક આજે રક્ષાબંધન પર્વના શુભ અવસરને બગાડી રહ્યા છે. આ અશુભ યોગોમાં રાખડી બાંધવી વર્જિત માનવામાં આવે છે. આ કારણોસર બહેનોએ રાખડી બાંધવા રાહ જોવી પડશે.
ભદ્રા કાળ
હિંદુ કેલેન્ડર મુજબ આજે સવારે 5.52 વાગ્યાથી ભદ્રનો સમયગાળો શરૂ થયો છે અને બપોરે 1.32 વાગ્યા સુધી ચાલશે. જો આપણે દ્રિક પંચાંગ માનીએ તો સવારના 03:04 વાગ્યા પહેલા જ ભદ્રા શરૂ થઈ ગઈ હતી. આ રીતે ભદ્રા લગભગ 10 કલાક સુધી પ્રભાવી રહેશે.
આ સમયગાળા દરમિયાન રાખડી બાંધવાની પણ મનાઈ
હિંદુ માન્યતા મુજબ, ભદ્રા કાળમાં કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. આ સમયગાળા દરમિયાન રાખડી બાંધવાની પણ મનાઈ છે, નહીં તો ભાઈ અને બહેન બંનેને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
આ પણ વાંચો—–90 વર્ષ પછી આ વર્ષે રક્ષાબંધનમાં બની રહ્યો છે શુભ સંયોગ, રાખડી બાંધવા છે આ શ્રેષ્ઠ સમય
આ સમયે પંચક શરૂ થશે
બહેનોએ પણ રાખડી બાંધવાના સમયને લઈને પંચકમાં સાવધાની રાખવાની જરૂર છે. આજે જ સાંજે 7.01 કલાકે પ્રદોષ કાળ પછી પંચક શરૂ થઈ રહ્યું છે, જે 23 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે.
આજનો રાહુ કાળ
આજે અશુભ રાહુ કાળ પણ સવારે 07:30 થી 09:08 સુધી છે. પરંતુ તેનો હવે ભદ્રા કાળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જો આજે ભદ્રા પછી રાહુ કાળ પડ્યો હોત તો બહેનોને તેમના ભાઈઓને રાખડી બાંધવા માટે પણ ઓછો સમય મળત.
બહેનો પાસે રાખડી બાંધવા માટે માત્ર આટલો સમય
પંચાંગ અનુસાર રક્ષાબંધન પર આ અશુભ યોગો બનવાના કારણે બહેનોને રાખડી બાંધવા માટે ખૂબ જ ઓછો સમય મળશે. આ વખતે રાખડી બાંધવાનો શુભ સમય ભદ્રકાળ પછી શરૂ થઈ રહ્યો છે.
રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમયઃ આજે બપોરે 01:33 થી 04:19 સુધીનો સમય રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમય છે. આ રીતે બહેનોને રાખડી બાંધવા માટે 2 કલાક 46 મિનિટનો પૂરો સમય મળશે.
રાખડી બાંધવાનો બીજો શુભ સમયઃ આ સિવાય બહેનો પ્રદોષકાળ દરમિયાન સાંજે ભાઈને રાખડી બાંધી શકે છે. આ દિવસે પ્રદોષ કાલ સાંજે 06:56 થી 09:07 સુધી રહેશે.
આ પણ વાંચો––પાક. માં 5000 વર્ષ જૂનુું શિવ મંદિર જોવા મળ્યું, જુઓ વીડિયો
ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક અને જ્યોતિષીય માન્યતાઓ પર આધારિત છે અને તે માત્ર માહિતી માટે જ આપવામાં આવી રહી છે. ગુજરાત ફર્સ્ટ આની પુષ્ટિ કરતું નથી.