Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Surat : ડ્રગ પેડલરો માટે યમદૂત સમાન બિગલ ડોગ ડ્રેકને સુરત પોલીસે ડોગ ને ઉતાર્યો મેદાને

02:03 PM May 25, 2023 | Viral Joshi

સામાન્ય રીતે ચોરી, લુંટ, ધાડ કે ખું જેવા ગુનામાં તમે પોલીસના ડોગસ્પોટની જોયા હશે પરંતુ હવે સુરત શહેર પોલીસ એનાથી એક ડગલું આગળ વધી છે અને પોલીસે નશીલા પદાર્થો શોધી કાઢવા માટે સ્પેશિયલ ટ્રેનીંગ પામેલા એક ડોગ અને મેદાને ઉતાર્યો છે.

પોલીસે ખાસ ડોગ ડ્રેકને મેદાને ઉતાર્યો

સુરત શહેર પોલીસ દ્વારા વર્ષોથી સે નો ટુ ડ્રગ્સની ભીમ ચલાવવામાં આવે છે અત્યાર સુધી પોલીસે રૂપિયા નું એમડી ડ્રગ, મેથાફેટામાઇન, હેરોઇન, ચરસ અને ગાંજા નો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસની ઝુંબેશ છતાં પણ શહેરમાં ડ્રગ્સ આવી પણ રહ્યું છે અને વેચાઈ પણ રહ્યું છે પોલીસે હવે ડ્રગ્સ ની બદીને નાથવા માટે કમર કસી લીધી છે. પોલીસે આ માટે એક ખાસ ડોગ ડ્રેકને મેદાને ઉતાર્યો છે.

ડ્રગ્સ શોધવા થશે મદદરૂપ

પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલો આ ડોગ જાહેર સ્થળો, શહેરના પ્રવેશદ્વારો ઉપર પોલીસ વિભાગની સાથે ફરજ ઉપર હાજર રહેશે. જ્યારે કોઈપણ વાહન સુરત શહેરની અંદર પ્રવેશ કરે છે ત્યારે પોલીસ દ્વારા તે વાહનોનું ચેકિંગ કરવામાં આવતું હોય છે પરંતુ ચોરીછુપી રીતે ડ્રગ્સ પેગલરો ડ્રગ્સને સુરત શહેરમાં લાવવામાં સફળ થતા હોય છે પરંતુ હવે આ ડોગ ગમે એવી જગ્યા પર સંતાડેલા ડ્રગ્સને શોધી કાઢવામાં પોલીસને મદદરૂપ થશે.

નશીલા પદાર્થ શોધવા ડોગને ટ્રેઈન કર્યો છે

પોલીસે જે આર ડોગ ને તૈયાર કર્યો છે તે ડોગ બિગલ બ્રીડનું છે. પોલીસે ખાસ નશીલા પદાર્થો શોધવા માટે આ ડોગ ને ટ્રેઈન કર્યો છે. આ ડોગની ખાસિયત એ છે કે નશીલા પદાર્થને તે સ્મેલની સાથે ઝડપથી શોધી કાઢે છે. સુરત શહેર પોલીસમાં કુલ છ જેટલા ડોગ પોલીસની સાથે ગુનેગારોનું પગેરું શોધવા માટે કદમ છે કદમ મિલાવીને ચાલતા હોય છે ત્યારે પાંચ ડોગ પોલીસ સાથે વિવિધ ગુનામાં કામગીરી કરશે અને આ છઠ્ઠો બીગલ ડોગ ડ્રેક નશીલા પદાર્થો ને શોધવાની કામગીરીમાં જોડાશે.

ડ્રગ માફીયાની પકડવાની આવડત ધરાવે છે ડોગ

પોલીસ અભિયાનમાં જોડાયેલો આ ડ્રેક દેખાવમાં ભલે નાનો હોય પરંતુ સ્વભાવે શાંત છે. ડ્રગ્સ પેડલરો ને ઝડપથી શોધે છે. એરપોર્ટ રેલવે સ્ટેશન બસ સ્ટેશન જેવા ભીડભાળ વાળા વિસ્તારોમાં તેમજ મુંબઈ થી રાજસ્થાન તરફ આવન જાવન કરતા ડ્રગ્સ માફીયાઓ આગવી રીતે પકડી લેવાની આવડત આ ડોગ ધરાવે છે.

અહેવાલ : આનંદ પટ્ટણી, સુરત

આ પણ વાંચો : રાજકોટ:દિવ્ય દરબારને લઈ પૂર્વ CM વિજય રૂપાણીએ આપ્યું મોટું નિવેદન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.