+

નિયમોમાં ફેરફાર કરવા જઇ રહ્યું છે BCCI, હવે એક ટીમમાં 11 નહીં પણ રમી શકશે આટલા ખેલાડીઓ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તેના નિયમોમાં મોટા ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. આ નિયમ હેઠળ હવે પ્લેઇંગ 11માં 11 નહીં પણ 15 ખેલાડીઓ હશે. આ ઈમ્પેક્ટ પ્લેયર નિયમ સૌપ્રથમ 11 ઓક્ટોબરથી શરૂ થનારી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી  (Syed Mushtaq Ali Trophy) માં લાગુ થઈ શકે છે. વાસ્તવમાં, આ નિયમ અનુસાર, પ્લેઇંગ 11 માં ખેલાડી બદલી શકાય છે. આ માટે, ટોસ સમયે, ટીમે 11 ખેલાડીઓ ઉપરાંત 4 વધારાના ખેલાડીઓના નામ લેવા પડશે. BCCI આ નà
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તેના નિયમોમાં મોટા ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. આ નિયમ હેઠળ હવે પ્લેઇંગ 11માં 11 નહીં પણ 15 ખેલાડીઓ હશે. આ ઈમ્પેક્ટ પ્લેયર નિયમ સૌપ્રથમ 11 ઓક્ટોબરથી શરૂ થનારી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી  (Syed Mushtaq Ali Trophy) માં લાગુ થઈ શકે છે. વાસ્તવમાં, આ નિયમ અનુસાર, પ્લેઇંગ 11 માં ખેલાડી બદલી શકાય છે. આ માટે, ટોસ સમયે, ટીમે 11 ખેલાડીઓ ઉપરાંત 4 વધારાના ખેલાડીઓના નામ લેવા પડશે. BCCI આ નિયમને ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી આવૃત્તિમાં પણ લાગુ કરવા વિચારી રહી છે.
BCCI ઘરેલુ ક્રિકેટના નિયમોમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. આ સાથે, મેચ દરમિયાન 11 નહીં પરંતુ 15 ખેલાડીઓ પ્લેઇંગ-11માં સ્થાન મેળવવા માટે લાયક બનશે. બોર્ડ 11 ઓક્ટોબરથી શરૂ થનારી T20 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીથી ઈમ્પેક્ટ પ્લેયર નિયમ લાગુ કરી શકે છે. આ નિયમ અનુસાર, મેચ દરમિયાન પ્લેઈંગ-11માં કોઈપણ એક ખેલાડીને બદલી શકાય છે. આ માટે ટીમે ટોસ સમયે 11 ખેલાડીઓમાંથી 4 વધારાના ખેલાડીઓના નામ આપવા પડશે. એટલે કે આ 15 ખેલાડીઓ મેચ રમવા માટે લાયક હશે. 4 વધારાના ખેલાડીઓમાંથી કોઈપણ એકનો ઉપયોગ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે થઈ શકે છે. જોકે, આ નિયમ ફૂટબોલ અને હોકી જેવો જ છે જેમાં અવેજી ખેલાડીઓને તક મળે છે. આ નિયમ હેઠળ કંઈક આવું જ થશે પરંતુ ફરક એટલો જ હશે કે આ નિયમ દરેક ઇનિંગમાં માત્ર 14 ઓવર માટે જ લાગુ થશે. તે પછી ખેલાડીને બદલી શકાશે નહીં. આ નિયમ ટેસ્ટિંગ માટે આગામી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં લાગુ કરી શકાય છે. 

આ નિયમ થોડા સમય પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રજૂ કરવામાં આવેલા સુપર-સબ નિયમ જેવો છે. આ નિયમને ‘Impact Player’ નામ આપવામાં આવ્યું છે. આ નિયમનો ઉપયોગ બિગ બેશ લીગમાં એક્સ ફેક્ટર નામથી પણ થાય છે, જેમાં વધુમાં વધુ 13 ખેલાડીઓ રમી શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, જો ડોમેસ્ટિક ક્રિકેટ ટૂર્નામેન્ટમાં આ નિયમનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવે છે અને તે સફળ થાય છે, તો તેને આવતા વર્ષે IPL 2023માં પણ લાગુ કરવામાં આવી શકે છે. BCCIએ તમામ રાજ્યોને એક સર્ક્યુલર મોકલ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, ‘T20 ક્રિકેટની વધતી જતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને હવે કંઈક નવું લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. આના દ્વારા આ ફોર્મેટને ચાહકોની સાથે ખેલાડીઓ અને ટીમો માટે વધુ રસપ્રદ બનાવી શકાય છે.’
ટીમના કેપ્ટન, કોચ અને ટીમ મેનેજરે ઓન ફિલ્ડ અથવા ચોથા અમ્પાયરને ઈમ્પેક્ટ પ્લેયર વિશે જાણ કરવાની રહેશે. ઇમ્પેક્ટ પ્લેયરના આગમન પછી જે ખેલાડી આઉટ થશે, તેનો ઉપયોગ હવે આખી મેચ માટે કરવામાં આવશે નહીં. તે વધારાના ખેલાડી તરીકે મેદાનમાં પણ આવી શકશે નહીં. બેટિંગ ટીમની વિકેટ અથવા વિરામ દરમિયાન ઇમ્પેક્ટ પ્લેયરનો ઉપયોગ કરી શકશે. જો બોલરની જગ્યાએ કોઈ ઈમ્પેક્ટ પ્લેયરને લાવવામાં આવે અને તેણે કેટલી ઓવર નાંખી હોય તો તેની તેના પર કોઈ અસર નહીં થાય. એટલે કે ઈમ્પેક્ટ પ્લેયર સંપૂર્ણ 4 ઓવર ફેંકી શકશે. મેચ દરમિયાન સસ્પેન્ડેડ પ્લેયરની જગ્યાએ ઈમ્પેક્ટ પ્લેયરનો ઉપયોગ કરી શકાશે નહીં.
Whatsapp share
facebook twitter