+

BARDOLI : પ્રદેશ અધ્યક્ષ C R PATIL એ બુથ પ્રમુખોને આપ્યું ચૂંટણીલક્ષી માર્ગદર્શન

૨૦૨૪ લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી બાકી રહેલા દિવસો પૈકીના એક પણ દિવસને એળે જવા દેવા નથી માંગતી. લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ…

૨૦૨૪ લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી બાકી રહેલા દિવસો પૈકીના એક પણ દિવસને એળે જવા દેવા નથી માંગતી. લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ બેઠકો ઉપર ૪ લાખની લીડ પ્રાપ્ત કરવા ભારતીય જનતા પાર્ટી અલગ અલગ કાર્યક્રમો કરી ખૂબ મહેનત કરી રહી છે. ત્યારે આજ રોજ સુરતના બારડોલી તાલુકાના સાકરી સ્વામિનારાયણ મંદિર ખાતે ભાજપ દ્વારા બુથ પ્રમુખ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની ( C R PATIL ) ઉપસ્થિતિમાં ૨૩ બારડોલી લોક સભા બેઠક માટે આ સંમેલન યોજવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં સુરત અને તાપી જિલ્લાના ૨૧૦૦ જેટલા બુથ પ્રમુખો હાજર રહ્યા હતા

આ કાર્યક્રમમાં સુરત અને તાપી જિલ્લાના ૨૧૦૦ જેટલા બુથ પ્રમુખો હાજર રહ્યા હતા,પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની ( C R PATIL ) ઉપસ્થિતિમાં યોજાયેલ બુથ પ્રમુખ સંમેલનમાં હાજર રહેલા બુથ પ્રમુખોને સી આર પાટીલે ( C R PATIL ) જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને ૪ લાખથી વધુની લીડથી કેવી રીતે જીતાડી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે તમામ બુથ લેવલના કાર્યકરોને ભારે જોશ સાથે ચૂંટણીના કામે લાગી જવા જણાવ્યું હતું. યોજાયેલ સંમેલનમાં બારડોલી લોક સભાના ઉમેદવાર પ્રભુ વસાવા,વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ,આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિ,શિક્ષણ મંત્રી પ્રફુલ પાંશેરિયા તેમજ સુરત અને તાપી જિલ્લાના ભાજપના વિવિધ આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

‘આખો દેશ તૈયાર છે તેમના માટે તો ગુજરાત તૈયાર હોય જ ને’ – સી. આર પાટીલ

આ સંમેલનમાં કાર્યકરોનું સંબોધન કરતાં સૌ પ્રથમ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલે કાર્યકર્તાઓને 2022 વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપને જે ભવ્ય વિજય મળ્યો તે અંગે શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસને 80 લાખ વોટ મળ્યા હતા અને ભાજપને 1 કરોડ 68 લાખ મત મળ્યા હતા, ભાજપને કોંગ્રેસ કરતાં 88 લાખ વધારે મત મળ્યા હતા.

 C R PATIL

C R PATIL

તેમણે આગળ કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં બે વખત ગુજરાતમાંથી ભાજપને 26 માંથી 26 સીટ જીત્યા છે, અને આ વર્ષે પણ ભાજપ ગુજરાતમાંથી બધી જ 26 બેઠકો ઉપર જીત મેળવવા ઉત્સુક છે. પરંતુ આ વર્ષે દરેક બેઠકો ઉપર 5 લાખ કરતાં પણ વધુ મતથી જીતવા માટેનું ભાજપના દરેક કાર્યકર્તાનું લક્ષ્ય છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પહેલી વાર આ દેશે તાકતવર પ્રધાનમંત્રી જોયો છે. એક મક્કમ મનોબળ વાળા પ્રધાનમંત્રી જોયા છે. આખો દેશ તૈયાર છે તેમના માટે તો ગુજરાત તૈયાર હોય જ ને.

આ પણ વાંચો : BHARUCH : આ વ્યાજખોરના ત્રાસના અનેક દેવાદારો ભોગ બન્યા, પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

Whatsapp share
facebook twitter