+

આજથી બદલાયો બેંકોનો સમય, જાણો નવું ટાઈમટેબલ

દેશભરના કરોડો બેંક ગ્રાહકો માટે મોટા અને ઉપયોગી સમાચાર સામે આવ્યા છે. આજે એટલે કે, સોમવારથી દિલ્હી સહિત દેશભરની બેંકોના ખુલવાના સમયમાં મોટો ફેરફાર થવા જઇ રહ્યો છે, જેનાથી ગ્રાહકોને સુવિધા મળશે. આજથી ગ્રાહકોને તેમના કામ કરવા માટે વધારોનો કલાક મળશે. RBIએ બેંકના ગ્રાહકોને એક મોટી ભેટ આપી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ માર્કેટિંગના સમયમાં ફેરફારની સાથે બેંકિગ કલાકોમાં પણ ફેરફાર કર્યો à
દેશભરના કરોડો બેંક ગ્રાહકો માટે મોટા અને ઉપયોગી સમાચાર સામે આવ્યા છે. આજે એટલે કે, સોમવારથી દિલ્હી સહિત દેશભરની બેંકોના ખુલવાના સમયમાં મોટો ફેરફાર થવા જઇ રહ્યો છે, જેનાથી ગ્રાહકોને સુવિધા મળશે. આજથી ગ્રાહકોને તેમના કામ કરવા માટે વધારોનો કલાક મળશે. 
RBIએ બેંકના ગ્રાહકોને એક મોટી ભેટ આપી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ માર્કેટિંગના સમયમાં ફેરફારની સાથે બેંકિગ કલાકોમાં પણ ફેરફાર કર્યો છે. જ્યા માર્કેટમાં ટ્રેડિંગનો સમય 10 વાગ્યાને બદલે 9 વાગ્યાનો કરવામાં આવ્યો છે, તો બીજી તરફ આજથી બેંકો પણ સવારે 9 વાગ્યાથી ખુલશે. સોમવાર, 18 એપ્રિલ, 2022થી, RBI તરફથી દેશમાં બેંકો ખોલવાનો નવો સમય લાગું થશે. આ સાથે ગ્રાહકોને બેંકિંગ બિઝનેસ સેટલ કરવા માટે 1 કલાક વધુ મળશે. 
સતત 4 દિવસ સુધી બેંકો બંધ રહ્યા બાદ ગ્રાહકોને નવા સારા સમાચાર મળ્યા છે. સારી વાત એ છે કે બેંકોના બંધ થવાના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે બેંક બંધ થવાનો સમય પહેલા જેવો જ રહેશે. સ્વાભાવિક છે કે આ કારણે હવે લોકો દિવસમાં વધુ સમય સુધી બેંકિંગ સુવિધાનો લાભ લઈ શકશે. નોંધનીય છે કે RBIનો આ આદેશ દિલ્હી-NCR સહિત તમામ ખાનગી અને સરકારી બેંકોને લાગુ પડશે.
RBIના જણાવ્યા અનુસાર, કાર્ડલેસ ATMથી ટ્રાન્ઝેક્શનની સુવિધા ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. ટૂંક સમયમાં ગ્રાહકો UPIનો ઉપયોગ કરીને બેંકો અને તેમના ATMમાંથી પૈસા ઉપાડી શકશે. RBI કાર્ડલેસ એટલે કે કાર્ડલેસ ટ્રાન્ઝેક્શન વધારવા માટે આવું કરવા જઈ રહી છે. આ કરવા માટે, UPI દ્વારા તમામ બેંકો અને તેમના ATMમાંથી પૈસા ઉપાડવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
RBIનું માનવું છે કે, આનાથી ATM સંબંધિત છેતરપિંડી ઓછી થશે અથવા તો અટકશે. કાર્ડલેસ ટ્રાન્ઝેક્શનથી લેવડ-દેવડમાં સરળતા રહેશે અને કાર્ડલેસ ટ્રાન્ઝેક્શન કાર્ડ ક્લોનિંગ, કાર્ડની ચોરી સહિત અન્ય ઘણી છેતરપિંડીઓને રોકવામાં પણ મદદ કરશે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020 માં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને, RBIએ 7 એપ્રિલે બજારના ટ્રેડિંગ કલાકોમાં ફેરફાર કર્યો હતો. બજારનો સમય સવારે 10 વાગ્યાથી બપોરે 3.30 વાગ્યા સુધી કર્યો હતો, જેનાથી ટ્રેડિંગનો સમય અડધો કલાક ઘટ્યો હતો. પરંતુ હવે સ્થિતિ સામાન્ય થઈ રહી છે, ત્યારબાદ હવે RBI જૂના સમયપત્રકને ફરીથી લાગુ કરી રહી છે.
Whatsapp share
facebook twitter