+

Bank Holiday: ઓગસ્ટમાં આટલા દિવસ બેંકો રહેશે બંધ, જુઓ લિસ્ટ

ઓગસ્ટ મહિનામાં બેંક રજાઓની યાદી ઓગસ્ટ માં 13 દિવસ બેંકો રહેશે બંધ RBIએ શહેરોની યાદી બહાર પાડી Bank holiday: દેશમાં ઓગસ્ટ મહિનાની સાથે જ તહેવારોની સીઝન શરૂ થઈ છે. ઓગસ્ટ…
  • ઓગસ્ટ મહિનામાં બેંક રજાઓની યાદી
  • ઓગસ્ટ માં 13 દિવસ બેંકો રહેશે બંધ
  • RBIએ શહેરોની યાદી બહાર પાડી

Bank holiday: દેશમાં ઓગસ્ટ મહિનાની સાથે જ તહેવારોની સીઝન શરૂ થઈ છે. ઓગસ્ટ મહિના દરમિયાન વિવિધ કારણોસર બેંકો 13 દિવસ (Bank Holiday)બંધ રહેશે. જેમાં બીજો અને ચોથો શનિવાર તથા તમામ રવિવાર પણ સામેલ છે. જો તમારે પણ મહિનામાં બેંકમાં કંઈ કામ હોય તો પહેલા આ યાદી પર નજર કરી લેવી જોઈએ. ઓગસ્ટ મહિનામાં રક્ષાબંધન, જન્માષ્ટમી અને 15 ઓગસ્ટની પણ રજા આવશે. તેથી બેંકો બંધ રહેશે. તેથી તમારે આ દિવસોને ધ્યાનમાં રાખીને તમારું કામ કરવું જોઈએ.

ઓગસ્ટ મહિનાની બેંક રજાઓની યાદી જાહેર

ઓગસ્ટ મહિનાની બેંક રજાઓનું શેડ્યૂલ આરબીઆઈ દ્વારા તેની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે. 15 ઓગસ્ટ 2024 ના રોજ દેશભરની તમામ બેંકો એકસાથે બંધ રહેશે. ઓગસ્ટ મહિનામાં દર રવિવાર અને બીજા અને ચોથા શનિવારના કારણે છ દિવસ બેંક રજા રહેશે. આ સિવાય દેશના વિવિધ રાજ્યોમાં ઘણા તહેવારોને કારણે બેંકો વધુ 7 દિવસ બંધ રહેશે. ઓગસ્ટ મહિનાની બેંક રજાઓની યાદી આરબીઆઈની વેબસાઈટ પર પહેલેથી જ ઉપલબ્ધ છે.

નેટ બેંકિંગનો ઉપયોગ કરીને કોઈપણ સમસ્યાને ટાળો

આરબીઆઈ દ્વારા દર મહિને બેંક રજાઓની વિગતવાર સૂચિ અપલોડ કરવામાં આવે છે, તેની સાથે રજાનું કારણ પણ આપવામાં આવે છે. RBI એ શહેરોની યાદી પણ બહાર પાડી છે જ્યાં બેંકો બંધ રહેશે. બેંક બંધ દરમિયાન કોઈપણ મુશ્કેલીથી બચવા માટે, તમે રોકડ ઉપાડવા માટે સંબંધિત બેંકના એટીએમનો ઉપયોગ કરી શકો છો. બેંક બંધ હોય તે સમય દરમિયાન, તમે એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા માટે UPI અને નેટ બેંકિંગનો ઉપયોગ કરી શકો છો.

આ પણ  વાંચો –Share market:નિફ્ટીએ રચ્યો ઈતિહાસ…પહેલીવાર 25000 ને પાર,આ 10 શેરો બન્યા રોકેટ

ઓગસ્ટ મહિનામાં બેંક રજાઓની યાદી

  • 3 ઓગસ્ટ, 2024: કેર પૂજા (અગરતલા)
  • 4 ઓગસ્ટ, 2024: રવિવાર (દેશભરમાં બેંકમાં રજા)
  • 8 ઓગસ્ટ, 2024: ટેન્ડોંગ લો રમ ફેટ (ગંગટોક)
  • 10 ઓગસ્ટ, 2024: બીજો શનિવાર (દેશભરમાં બેંકમાં રજા)
  • 11 ઓગસ્ટ, 2024: રવિવાર (દેશભરમાં બેંકમાં રજા)
  • 13 ઓગસ્ટ, 2024: દેશભક્ત દિવસ (ઇમ્ફાલ)
  • 15 ઓગસ્ટ 2024: સ્વતંત્રતા દિવસ (દેશભરમાં બેંકમાં રજા)
  • 18 ઓગસ્ટ, 2024: રવિવાર (દેશભરમાં બેંકમાં રજા)
  • 19 ઓગસ્ટ, 2024: રક્ષા બંધન (અમદાવાદ, જયપુર, કાનપુર, લખનઉ અને અન્ય સ્થળો)
  • 20 ઓગસ્ટ, 2024: શ્રી નારાયણ ગુરુ જયંતિ (કોચી, તિરુવનંતપુરમ)
  • 24-25 ઓગસ્ટ, 2024: ચોથો શનિવાર-રવિવાર (દેશભરમાં બેંકમાં રજા)
  • 26 ઓગસ્ટ, 2024: જન્માષ્ટમી (તમામ રાજ્યોમાં બેંક રજા)

 

આ પણ  વાંચો  –LPG Price Hike:આજથી LPG સિલિન્ડરના ભાવમાં થયો વધારો..

Whatsapp share
facebook twitter