+

Hindu સિંગર રાહુલનું 140 વર્ષ જૂનુ ઘર સળગાવી દેવાયું…

બાંગ્લાદેશમાં હિન્દુ સિંગર રાહુલ આનંદનું ઘર સળગાવી દેવાયું કટ્ટરપંથીઓએ મકાનમાં લૂંટ ચલાવ્યા બાદ ઘર સળગાવી દીધું રાહુલ પરિવાર સાથે ભાગી જવામાં સફળ Bangladeshi Hindu : બાંગ્લાદેશમાં હિન્દુઓને (Bangladeshi Hindu )…
  • બાંગ્લાદેશમાં હિન્દુ સિંગર રાહુલ આનંદનું ઘર સળગાવી દેવાયું
  • કટ્ટરપંથીઓએ મકાનમાં લૂંટ ચલાવ્યા બાદ ઘર સળગાવી દીધું
  • રાહુલ પરિવાર સાથે ભાગી જવામાં સફળ

Bangladeshi Hindu : બાંગ્લાદેશમાં હિન્દુઓને (Bangladeshi Hindu ) નિશાન બનાવવામાં આવી રહ્યા છે. એક લઘુમતી જૂથનો દાવો છે કે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડી દીધા પછી હિન્દુઓના સેંકડો ઘરો, વ્યવસાયો અને મંદિરોમાં તોડફોડ કરવામાં આવી છે. ટોળાએ સંગીતકાર રાહુલ આનંદના ઘરને પણ આગ લગાવી દીધી હોવાના અહેવાલ છે.

બાંગ્લાદેશમાં હિન્દુઓ ટાર્ગેટ બની રહ્યા છે

બાંગ્લાદેશમાં સ્થિતિ સતત વણસી રહી છે. બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસાની તસવીરો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહી છે. ત્યાંની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે વડાપ્રધાન શેખ હસીનાને પણ પોતાની સુરક્ષા માટે ઢાકા છોડીને ભારત આવવું પડ્યું છે. શેખ હસીનાએ દેશ છોડ્યા પછી ત્યાંની સ્થિતિ પહેલા કરતા વધુ ખરાબ થઈ ગઈ છે. વિવિધ સ્થળોએ હિન્દુ મંદિરો અને હિન્દુ ઘરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. દરમિયાન, એક ગાયકનું ઘર પણ ઇસ્લામિક કટ્ટરપંથીઓએ બાળીને રાખ કરી દીધું છે.

આ પણ વાંચો—-Bangladesh માં તખ્તાપલટની સ્ક્રિપ્ટ કોણે લખી..?

ગાયકના ઘરમાં લૂંટફાટ અને આગચંપી

બાંગ્લાદેશમાં હસીના સરકાર વિરુદ્ધ શરૂ થયેલો વિરોધ હવે હિંદુ વિરોધી હિંસામાં ફેરવાઈ ગયો છે. ઇસ્લામિક કટ્ટરપંથીઓએ બાંગ્લાદેશમાં હિન્દુઓનું જીવન દયનીય બનાવી દીધું છે. તે સતત હિંદુ મંદિરો અને હિંદુઓના ઘરોને નિશાન બનાવી રહ્યા છે. પ્રખ્યાત બાંગ્લાદેશી ગાયક રાહુલ આનંદનું ઘર પણ ઈસ્લામિક કટ્ટરપંથીઓના નિશાના પર બન્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે રાહુલ આનંદનું ઘર ધનમંડી 32માં આવેલું છે. ઇસ્લામિક ટોળાએ પહેલા તેમના 140 વર્ષ જૂના આવાસને લૂંટી લીધું અને પછી તેને સળગાવીને રાખ કરી દીધું. આ લૂંટફાટ અને આગચંપીમાં, તેમના 3000 જેટલા સંગીતનાં સાધનો પણ નાશ પામ્યા હતા, જેમાંથી ઘણા તેણે પોતાના હાથે બનાવ્યા હતા.

હુમલા પહેલા સિંગર તેના પરિવાર સાથે ઘર છોડી ગયા

જો કે, ટોળું ઘરમાં ઘૂસે તે પહેલા રાહુલ તેની પત્ની અને પુત્ર સાથે એક જોડી કપડા લઇને જતા રહ્યા હતા. જેના કારણે તેઓ સુરક્ષિત રીતે ભાગવામાં સફળ રહ્યા હતા. જો કે તેમની સાથે બનેલી આ ઘટનાથી તે ભાંગી પડ્યા છે. તેમની સાથે બનેલી આ ઘટના બાદ લોકો સોશિયલ મીડિયા પર ખૂબ શોક વ્યક્ત કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બાંગ્લાદેશ માટે આ એક મોટું નુકસાન છે. તે અસહ્ય છે.

આ પણ વાંચો—Violence : ટોળાએ બાંગ્લાદેશી અભિનેતા અને તેના પિતાની કરી હત્યા

Whatsapp share
facebook twitter