- બાંગ્લાદેશમાં મોટી ઉથલપાથલ
- શેખ હસીનાના પુત્રનું નિવેદન
- માતાના નામે પ્રકાશિત રાજુનામું ખોટું – સજીબ વાજેદ
બાંગ્લાદેશ (Bangladesh)માં ચાલી રહેલા હંગામા વચ્ચે શેખ હસીના (Shaik Haseena)ના પુત્ર સજીબ વાજેદે ચોંકાવનારો દાવો કર્યો છે. તેણે સોશિયલ મીડિયા હેન્ડલ પર જણાવ્યું હતું મેં હમણાં જ તેની સાથે પુષ્ટિ કરી છે અને તેણે ઢાકા છોડ્યા પહેલા કે પછી કોઈ નિવેદન આપ્યું નથી.
તાજેતરમાં શેખ હસીનાએ આ આરોપ લગાવ્યો હતો…
તાજેતરમાં જ શેખ હસીના (Shaik Haseena)એ મોટો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે મને સત્તા પરથી હટાવવા માટે મોટું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. તેમણે અમેરિકા પર તેમને સત્તા પરથી હટાવવાનો આરોપ લગાવ્યો હતો. હસીનાએ કહ્યું હતું કે અમેરિકાએ તેમને સેન્ટ માર્ટિન આઈલેન્ડ ન આપવાને કારણે તેમને સત્તા પરથી હટાવવાની યોજના બનાવી હતી. તેમનું કહેવું છે કે આ ટાપુના અધિગ્રહણથી અમેરિકાને બંગાળની ખાડી પર પ્રભાવ સ્થાપિત કરવામાં મદદ મળી શકી હોત. હસીનાએ પોતાના દેશના લોકોને ચેતવણી આપતા કહ્યું કે તમે બધા કટ્ટરપંથીઓથી ગેરમાર્ગે ન પડો. ઈકોનોમિક્સ ટાઈમ્સના સમાચારમાં કહેવામાં આવ્યું છે કે શેખ હસીના (Shaik Haseena)એ પોતાના નજીકના સહયોગીઓ દ્વારા મોકલેલા સંદેશમાં આ વાત કહી છે. ઈકોનોમિક ટાઈમ્સને હસીના તરફથી આ સંદેશ મળ્યો હતો. વિદ્યાર્થીઓના ઉગ્ર વિરોધને પગલે શેખ હસીના (Shaik Haseena)એ 5 ઓગસ્ટે પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને દેશ છોડી દીધો હતો. તે હાલમાં ભારતમાં સુરક્ષિત જગ્યાએ રહે છે.
Son of deposed Prime Minister of Bangladesh Sheikh Hasina, Sajeeb Wazed Joy tweets, “The recent resignation statement attributed to my mother published in a newspaper is completely false and fabricated. I have just confirmed with her that she did not make any statement either… pic.twitter.com/zm2Zwp03d7
— ANI (@ANI) August 11, 2024
આ પણ વાંચો : Island : સેન્ટ માર્ટિન દ્વીપ શું છે જેનાથી વડાપ્રધાનને ભાગવું પડ્યું…?
હસીનાએ મેસેજમાં શું લખ્યું?
મેસેજમાં હસીનાએ કહ્યું હતું કે, ‘મેં રાજીનામું એટલા માટે આપ્યું છે કે મારે લાશોનું સરઘસ ન જોવું પડે. તેઓ વિદ્યાર્થીઓના મૃતદેહો પર સત્તામાં આવવા માંગતા હતા, પરંતુ મેં તે થવા દીધું નહીં. મેં વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું. તેણીએ વધુમાં કહ્યું, ‘જો મેં સેન્ટ માર્ટીન ટાપુની સાર્વભૌમત્વ છોડી દીધી હોત અને યુએસને બંગાળની ખાડી પર તેનું વર્ચસ્વ સ્થાપિત કરવાની મંજૂરી આપી હોત તો હું સત્તામાં રહી શકી હોત. હું મારા દેશની જનતાને વિનંતી કરું છું, કૃપા કરીને કટ્ટરપંથીઓ દ્વારા ગેરમાર્ગે ન દોરો.
આ પણ વાંચો : મ્યાનમારથી બાંગ્લાદેશ ભાગી રહેલા રોહિંગ્યા મુસ્લિમો પર Drone Attack, લગભગ 200 લોકોના મોત…