Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Banaskantha: ખેડૂતની નજર ચૂકવી ગઠિયો રૂપિયા 1.40 લાખ ભરેલી થેલી લઇ થયો છૂમંતર

09:15 AM Sep 26, 2024 |
  1. દૂધ વધારાના આવેલા રૂપિયા લઇ દાગીના બનાવવા માટે આવ્યા હતા
  2. ગઠિયો રૂપિયા 1.40 લાખ ભરેલી થેલી લઇ છૂમંતર થઈ ગયો
  3. ખેડૂત સાથે બનેલી આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ

Banaskantha: બનાસકાંઠાના ખેડૂતો ખેતી સાથે મોટા પ્રમાણમાં પશુપાલન પણ કરે છે. ત્યારે બનાસડેરી દ્વારા અત્યારે પશુપાલકને દૂધમાં વધારો આપવામાં આવ્યો છે. બનાસકાંઠાના થરાદમાં નાગલાના ખેડૂતની નજર ચૂકવી ગઠિયો રૂપિયા 1.40 લાખ ભરેલી થેલી લઇ છૂમંતર થઈ ગયો હતો. દૂધ વધારાના આવેલા રૂપિયા લઇ ખેડૂત દાગીના બનાવવા માટે થરાદ ગયો હતો. પરંતુ તેને ક્યાં ખબર હતી કે, તેના પૈસાની આમ ચોરી થઈ જવાની હશે?

આ પણ વાંચો: Gujarat Heavy Rain: ચોમાસાના અંતિમ તબક્કામાં થયો ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

ગાંઠિયો ખેડૂતની નજર ચૂકવી પૈસા ભરેલી થેલી લઇને છૂમંતર

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે થરાદના ચાચર ચોકમાં આવેલી પ્રકાશભાઈ વીરાજીની દુકાનમાં ખેડૂત દાગીના જોઈ રહ્યા હતા. તે સમયે એક ગઠિયો ખેડૂતની નજર ચૂકવી દુકાનમાં ઘુસી પૈસા ભરેલી થેલી લઇને ત્યાથી છૂમંતર થઈ ગયો હતો. જો કે ખેડૂત સાથે બનેલી આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોવાનું પણ સામે આવ્યું છે. જેથી સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસએ સીસીટીવીને આધારે તપાસ હાથ ધરી દીધી છે.

આ પણ વાંચો: Vadodara : જૈન મુનિ આચાર્ય સુર્યસાગર મહારાજનો વધુ એક Video આવ્યો સામે, કહ્યું – મારી હત્યાનું..!

આરોપીને ઝડપી પાડવાના ચક્રો પણ ગતિમાન કર્યો

નોંધનીય છે કે, થરાદ દાગીના કરવામાં માટે આવ્યો હતો. જેથી પૈસાની બચત થઈ શકે પરંતુ અહીં તો ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો. બનાસકાંઠા (Banaskantha)ના થરાદમાં નાગલાના ખેડૂતની નજર ચૂકવી ગઠિયો રૂપિયા 1.40 લાખ ભરેલી થેલી લઇને ફરાર થઈ જતા ખેડૂત ભારે ચિંતામાં આવી હતો. જોકે અત્યારે પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે અને સીસીટીવીના આધારે આરોપીને ઝડપી પાડવાના ચક્રો પણ ગતિમાન કરી દીધા છે.

આ પણ વાંચો: Israel-Lebanon war ના તણાવ વચ્ચે ભારતીય નાગરિકોને લેબનોન જલ્દી છોડી દેવાની સલાહ