+

Ahmedabad જિલ્લાને સૌરાષ્ટ્ર સાથે જોડતો મહત્વનો હાઇવે કરાયો બંધ, જાણો ડાયવર્ઝનનો રૂટ

અમદાવાદ બગોદરા ફેદરા રોડ પર ભરાયા પાણી ધીંગડા ગામ પાસે રોડ ઉપર વરસાદી પાણી ભરાયા બગોદરા પોલીસ દ્વારા ડાયવર્ઝન આપવામાં આવ્યું Ahmedabad: ગુજરાતમાં ભારે વરસાદના કારણે અત્યારે અનેક રસ્તાઓ ખરાબ…
  1. અમદાવાદ બગોદરા ફેદરા રોડ પર ભરાયા પાણી
  2. ધીંગડા ગામ પાસે રોડ ઉપર વરસાદી પાણી ભરાયા
  3. બગોદરા પોલીસ દ્વારા ડાયવર્ઝન આપવામાં આવ્યું

Ahmedabad: ગુજરાતમાં ભારે વરસાદના કારણે અત્યારે અનેક રસ્તાઓ ખરાબ થયા હોવાનું સામે આવ્યું છે. આ સાથે બગોદરા ફેદરા રોડ અમદાવાદ (Ahmedabad) અને સૌરાષ્ટ્રને જોડતો સૌથી અગત્યનો માર્ગ છે. જો કે, અત્યારે આ હાઈવે ભારે વરસાદના કારણે બિસ્માર થયો છે. રોડ ઉપર ધીંગડા ગામ પાસે વધતા જતા પાણી રોડ પર ફરી વળ્યા હતાં. બગોદરા ફેદરા સ્ટેટ હાઈવે નંબર 1 કિમી 61/4 થી 82/3 ઓવર ટોપીંગ થવાના કારણે બંધ કરવામાં આવ્યો છે. જેથી આ માર્ગ પર જતાં લોકોએ ખાસ તકેદારી રાખવી અનિવાર્ય છે.

આ પણ વાંચો: Godhra: ગુનેગારને સજા આપવાનું કામ કોનું છે? યુવકને કાર સાથે બાંધી મારપીટ કરવા મામલે પોલીસની કાર્યવાહી

સાવચેતીની ભાગરૂપે આ હાઈવેને બંધ કરવામાં આવ્યો

નોંધનીય છે કે, અમદાવાદ (Ahmedabad) જિલ્લાને સૌરાષ્ટ્ર સાથે જોડતો અગત્યનો સ્ટેટ હાઈવે છે. આ સિઝનમાં ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છે. જેના કારણે અનેક હાઈવે બિસ્માર થયા હોવાનું સામે આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદ અને પાણીનું વહેણ હોવાના કારણે અત્યારે આ માર્ગ બંધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કોઈ અકસ્માતની ઘટના ના બને તે હેતુંથી સાવચેતીની ભાગરૂપે આ હાઈવેને બંધ કરવામાં આવ્યો છે. લોકોની સલામતી માટે આ રસ્તો બંધ કરવો ખુબ જ અનિવાર્ય પણ હતો.

આ પણ વાંચો: Asana Cyclone: કચ્છ પર થી વાવાઝોડાનો ખતરો ટળ્યો! વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાયું

આ હાઈવે પર બગોદરા પોલીસ કરી રહીં છે પેટ્રોલિંગ

વધારે વિગતે વાત કરવામાં આવે તો અત્યારે બગોદરા પોલીસ દ્વારા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. હાલ રોડને વનવે કરીને ચાલુ રાખવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે તેની સામે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેથી ફેદરાથી પીપળી, પીપળીથી વટામણ અને વટામણથી બગોદરાનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બગોદરા પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: Chotaudepur: ભારે વરસાદ બાદ જિલ્લામાં ખેતરોની પરિસ્થિતિ જાણવા ખેતીવાડી વિભાગનો સર્વે

Whatsapp share
facebook twitter