- Mumbai નાં બાંદ્રામાં NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા
- સરાજાહેરમાં ત્રણ લોકો 6 રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થયા
- 15 દિવસ પહેલા પણ મળી હતી ધમકી, Y કેટેગરી સુરક્ષા અપાઈ હતી
- મહારાષ્ટ્ર સરકાર પર વિપક્ષનાં આરોપ, ઝડપી તપાસની માગ
મુંબઈનાં (Mumbai) બાંદ્રામાં ગત રાતે NCP નેતા બાબા સિદ્દીકીની (Baba Siddique Murder) સરાજાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાથી મુંબઈ સહિત સમગ્ર દેશમાં હડકંપ મચી જવા પામ્યો છે. મુંબઈ પોલીસે (Mumbai Police) પ્રાથમિક તપાસમાં સોપારી આપી હત્યાની આશંકા વ્યક્ત કરી છે. જો કે, આ મામલે હાલ પણ તપાસ ચાલી રહી છે.
#WATCH | Maharashtra: Outside visuals from NCP leader Baba Siddique’s residence in Mumbai.
He was shot near Nirmal Nagar in Bandra and later succumbed to bullet injuries at Lilavati Hospital. His body has been shifted to Cooper Hospital for post-mortem pic.twitter.com/MZ8vhq4Xmv
— ANI (@ANI) October 13, 2024
અહેવાલ અનુસાર, ગત રાત્રે 9.15 થી 9.20 વાગ્યાની વચ્ચે બાબા સિદ્દીકી મુંબઈનાં બાંદ્રામાં (Bandra) આવેલાી તેમના પુત્રની ઓફિસમાંથી બહાર આવ્યા હતા. ત્યારે કેટલાક લોકો ઓફિસ બહાર ફટાકડા ફોડી રહ્યા હતે. દરમિયાન, બાબા સિદ્દીકી પર ફાયરિંગ (Baba Siddique Murder) કરવામાં આવ્યું હતું. ફટાકડા ફોડતી વખતે મોઢા પર રૂમાલ બાંધેલા ત્રણ લોકો અચાનક કારમાંથી નીચે ઉતર્યા હતા અને એક પછી એક એમ 6 રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થયા હતા. આ ફાયરિંગમાં ત્રણ ગોળીઓ બાબા સિદ્દીકીને વાગી હતી. ગોળી વાગી કે તરત જ બાબા સિદ્દીકી જમીન પર પડી ગયા હતા. આથી, તાત્કાલિક તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ, ત્યાં હાજર ડોક્ટરોએ બાબા સિદ્દીકીને મૃત જાહેર કર્યા હતા.
આ પણ વાંચો – NCP ના વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકીની મુંબઈમાં થઈ હત્યા, પોલીસે ત્રણ લોકોની કરી ધરપકડ
અત્યાર સુધીમાં 2 લોકોની ધરપકડ
આ કેસમાં મુંબઈ પોલીસે અત્યાર સુધીમાં બે લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી એક યુપીનો છે. જ્યારે, બીજો હરિયાણાનો હોવાનું કહેવાઈ રહ્યું છે. બાબા સિદ્દીકીને ગોળી મારવાનાં સમાચાર મળતાની સાથે જ ડેપ્યૂટી સીએમ અને મહારાષ્ટ્રનાં ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા હતા.
#WATCH | Baba Siddique firing | Dr Jalil Parkar, Lilavati Hospital says, “Around 9:30 pm Baba Siddique was brought here. When he was taken into the emergency his pulse or BP was not recordable. The ECG was a flat line…We shifted him to the ICU. He was declared dead around 11:25… pic.twitter.com/JYMtJvB2qf
— ANI (@ANI) October 12, 2024
આ પણ વાંચો – Israel એ આ રીતે લીધો બદલો, Iran પર કર્યો સાયબર હુમલો, ચોરી કરી સરકારી માહિતી
હત્યા પાછળનાં સાચા કારણની તપાસ
હાલ, પોલીસ હત્યા પાછળનાં સાચા કારણની તપાસ કરી રહી છે. પરંતું એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હત્યા પાછળ સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટીનો (SRA) મુદ્દો હોઈ શકે છે, જેનો બાબા સિદ્દીકી અને તેમના ધારાસભ્ય પુત્ર જિશાન વિરોધ કરી રહ્યા હતા. 2018 માં ED એ બાબા સિદ્દીકીની રૂ. 462 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી.
#WATCH | Mumbai, Maharashtra: Body of NCP leader Baba Siddiqui taken to Cooper Hospital for post-mortem
He was shot near Nirmal Nagar in Bandra and later succumbed to bullet injuries at the hospital, late night, yesterday. pic.twitter.com/LUIiHmmIh7
— ANI (@ANI) October 13, 2024
જાનથી મારવાની ધમકી મળી હતી, Y કેટેગરી સુરક્ષા પણ ફેલ
જણાવી દઈએ કે, આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં બાબા સિદ્દીકી કોંગ્રેસ (Congress) છોડીને NCP માં (અજિત પવાર જૂથ) જોડાયા હતા. સિદ્દીકીને 15 દિવસ પહેલા જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી, ત્યારબાદ તેને Y કેટેગરીની સુરક્ષા (Y category) પણ આપવામાં આવી હતી. બાબા સિદ્દીકીની હત્યા (Baba Siddique Murder) બાદ વિપક્ષે મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવ્યા છે. બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી હજુ સુધી કોઈ પણ ગેંગે લીધી નથી. હત્યા કરવા માટે 9.9 MM પિસ્તોલનો ઉપયોગ કરાયો હતો.
આ પણ વાંચો – Video : ‘અમારી કોઈ સાથે દુશ્મની નથી, અમે યુદ્ધ ત્યારે જ લડ્યા જ્યારે…’ – Rajnath Singh