Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ayodhya Special Guest: Ayodhya માં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં દરમિયાન મહેમાનો માટે ભેટ

05:39 PM Jan 13, 2024 | Aviraj Bagda

Ayodhya Special Guest: Ayodhya માં બની રહેલા રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામલલાના અભિષેક કાર્યક્રમ માટે ઘણી ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ વતી રામ લલાના અભિષેકમાં ઉપસ્થિત મહેમાનોના સ્વાગત માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

એક અહેવાલ અનુસાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આવનાર ખાસ મહેમાનોને ‘રામરાજ’ ​​ભેટમાં આપવામાં આવશે. તે ઉપરાંત અભિષેક સમારોહમાં આવનાર તમામ મહેમાનોને યાદગાર ભેટ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. રામ મંદિરના ખોદકામ દરમિયાન કાઢવામાં આવેલી માટી તમામ મહેમાનોને ભેટ તરીકે આપવામાં આવશે. દેશી ઘીમાંથી બનાવેલ સ્પેશિયલ મોતીચુર લાડુ પણ તમામ મહેમાનોને પ્રસાદ તરીકે આપવામાં આવશે.

Ayodhya Special Guest

ટ્રસ્ટ દ્વારા મહેમાનોને અન્ય કઈ વસ્તુંઓ આપવામાં આવશે

એક અહેવાલ અનુસાર રામજન્મભૂમિની માટીને ખાસ બોક્સમાં કાળજીપૂર્વક પેક કરવામાં આવશે. આ પવિત્ર માટીનો ઉપયોગ ઘરના બગીચામાં અથવા કુંડામાં કરી શકાય છે. રામ મંદિરની 15 મીટરની તસવીર PM Narendra Modi ને શણની થેલીમાં રજૂ કરવામાં આવશે.
સુરક્ષા માટેની ખાસ તૈયારીઓ

Ayodhya માં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં લગભગ એક લાખ લોકો આવવાની આશા છે. જેને લઈને ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. Delhi Police થી લઈને ઘણી કેન્દ્રીય એજન્સીઓ પણ આ કાર્યને લઈને એર્લ્ટ કરવામાં આવી છે. આ ઉપરાંત Social Media પર ભડકાઉ પોસ્ટ કરનારા અસામાજિક તત્વો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.

વિપક્ષી નેતાઓએ કાર્યક્રમમાં આવવાનો ઈન્કાર કર્યો

જો કે ઘણા વિપક્ષી નેતાઓએ રામ મંદિર કાર્યક્રમમાં ભાગ લેવાની ના પાડી દીધી છે. સૌથી પહેલા તો નેતા સીતારામ યેન્ચુરીએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો હતો. Congress એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ Sonia Gandhi અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા Adhir Ranjan Chaudhary એ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો હતો.

આ પણ વાંચો: Ayodhya Ram Mandir: શું સીમા હૈદર અયોધ્યા જશે? જાણો શું કહ્યું સીમાએ..