+

ભારતમાં અહીં 200 રૂપિયામાં મળે છે હીરાની ‘ખાણ’, એક શ્રમિક રાતોરાત બની ગયો લખપતિ

MP: હીરાની ખાણો માટે મધ્યપ્રદેશ(MP)નું પન્ના (Panna Diamond)પ્રખ્યાત છે. અને તે સંદર્ભે આજે મધ્યપ્રદેશનો એક મજૂર રાતોરાત લાખોપતિ બની ગયોના સમાચાર આવ્યા છે. હકીકતમાં પન્નાના ખોદકામ દરમિયાન એક મજૂરને હીરા…

MP: હીરાની ખાણો માટે મધ્યપ્રદેશ(MP)નું પન્ના (Panna Diamond)પ્રખ્યાત છે. અને તે સંદર્ભે આજે મધ્યપ્રદેશનો એક મજૂર રાતોરાત લાખોપતિ બની ગયોના સમાચાર આવ્યા છે. હકીકતમાં પન્નાના ખોદકામ દરમિયાન એક મજૂરને હીરા મળ્યા છે. અને આ હીરાની કિંમત 80 લાખ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અને હરાજીમાં તેના ભાવ હજુ પણ વધુ હોઈ શકે છે. પરંતુ મહત્ત્વની વાત એ છે કે, જે ખાણમાંથી મજૂરને આ હીરા મળ્યા છે, તે ખાણ બે મહિના પહેલા જ તેણે લીઝ પર લઈને ખોદકામ શરુ કર્યું હતું.

 

માત્ર 200 રૂપિયા ભાડાપટ્ટે મળે છે હીરાની ખાણ

મધ્યપ્રદેશના પન્ના શહેરમાં જો તમે હીરાની ખાણ ખરીદવા માંગતા હોવ તો, તમે માત્ર માત્ર 200 રૂપિયા ભાડાપટ્ટે મેળવી શકો છો. તમે 200 રૂપિયા આપીને ખોદકામ કરી શકો છો. મહત્ત્વની વાત એ છે કે, કિંમતી હીરા શોધવા અહીં સામાન્ય છે અને ખોદકામ દરમિયાન ઘણીવાર અહીંથી હીરા મળી આવે છે અને લોકો રાતોરાત કરોડપતિ બની જાય છે.જો કે, 200 રૂપિયામાં હીરાની ખાણ મેળવવા માટે થોડીક સરકારી પ્રક્રિયા કરવી જરુરી છે. ચાલો તમને જણાવીએ કે, પન્નામાં હીરાની ખાણની લીઝ કેવી લઈ શકાય છે. તેમજ કઈ રીતે હીરા કાઢવામાં આવે છે, તેના પર કોનો કોનો અધિકાર છે અને કેટલી કમાણી થાય છે. તે દરેકની સંપૂર્ણ પ્રક્રિયા જણાવીએ છીએ.

શું છે આ મજૂરની સ્ટોરી

પન્નામાં જે મજૂર નસીબ ખુલ્યું છે તેનું નામ રાજુ ગોંડ છે. રાજ ગોંડના પિતા ચુનવડા ગોંડે બે મહિના પહેલા જ હીરા ઓફિસમાંથી લીઝ લીધી હતી. જોકે, રાજુ ટ્રેક્ટર ડ્રાઈવર છે, અને સાથે તે ખાણમાં ખોદકામનું કામ પણ કામ કરે છે. જેમા ખોદકામ દરમિયાન રાજને એક ચમકતો જેમ્સ ક્વોલિટનો હીરો મળ્યો છે, જેની કિંમત 80 લાખ રૂપિયા છે. પરંતુ હરાજીમાં હજુ તેની વધુ કિંમત મળી શકે છે. તેમનો હીરાનો પટ્ટો ક્રિષ્ના કલ્યાણપુર પટ્ટી વિસ્તારમાં છે. આ 19 કેરેટ અને 22 સેન્ટનો મોટો હીરો છે.

હીરા ખાણની લીઝની કિંમત કેટલી છે?

હીરા અધિકારી ઓફિસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ કોઈપણ વ્યક્તિ પન્નામાં હીરા શોધવા માટે ખોદકામ કરી શકે છે, અને તેના માટે પટ્ટો લેવો પડે છે. આ લીઝ હીરા ઓફિસમાંથી લેવામાં આવે છે, અને આ ઓફિસ પન્નામાં આવેલી છે. આ લીઝ ફોટો, આધાર કાર્ડ અને 200 રૂપિયાની ફી સબમિટ કરવાથી મળી શકે છે. આ એક વર્ષના સમયગાળા માટે મળે છે, અને તે ફરીથી ભાડાપટ્ટે મેળવી શકાય છે.

તો કેવી રીતે શોધી શકાય છે હીરા

હીરા શોધવા માટે ઓફિસ દ્વારા 8 બાય 8 મીટરની જગ્યા ફાળવવામાં આવી છે, જ્યાં તમને આપવામાં આવેલા ભાગમાં ખોદકામ કરી શકો છો. અહીં સરકારી ખાણો સહિત અનેક પ્રકારની ખાણો છે. આ જમીન કોઈપણ વ્યક્તિની હોઈ શકે છે અને સરકાર પણ આ જમીન આપે છે. ખાસ વાત એ છે કે, આ લીઝમાં ખોદકામ દરમિયાન બહાર કાઢવામાં આવેલી માટી તે જગ્યા પર પાછીનાખવી પડે છે, અને જો હીરા બહાર કાઢવામાં આવે તો માત્ર હીરા જ બહાર કાઢી શકાય છે.

જો હીરા નીકળે તો તેને કેવી રીતે વેચાય?

આ ખાણમાં ખોદકામ દરમિયાન જો હીરા મળી આવે તો તે હીરાને પન્ના જોઈન્ટ કલેક્ટર કચેરી ખાતે આવેલી હીરાની ઓફિસમાં જમા કરાવવાનો હોય છે. અને ત્યાર બાદ તેનું વજન કરીને જમા કરી લેવામાં આવે છે. ત્યાર બાદ થોડા સમય પછી સરકાર દ્વારા તેની હરાજી કરવામાં આવે છે. જેમાં હીરા વેચવામાં આવે છે. હરાજી માટે 5000 રૂપિયા ફી લેવામાં આવે છે. એ પછી હીરા વેચ્યા પછી હરાજીમાંથી આવતી રકમમાંથી લગભગ 12 ટકા રોયલ્ટી બાદ કરીને, હીરા અધિકારી બાકીની 80 ટકા રકમ હીરા લીઝ ધારકના ખાતામાં જમા કરવામાં આવે છે.

પન્નામાં કેટલા હીરા મળે છે

મધ્યપ્રદેશના પન્નાના 80 કિલોમીટરના વિસ્તારમાં ઘણી ખાણો આવેલી છે, જ્યાં સફેદ, ઓફ કલર અને કોકા કોલા રંગના હીરા મળી આવે છે. ઓફ કલરના હીરાને મેલા હીરા કહેવામાં આવે છે, અને તેના આધારે જ હરાજી કરવામાં આવે છે. અહીં ખોદકામ દરમિયાન મોટાભાગના લોકોને હીરા મળે છે. કેટલીકવાર 2-3 કરોડના હીરા પણ મળી આવ્યા છે.

આ પણ  વાંચો –‘LAC’ નું પૂર્ણ સન્માન થવું જોઈએ…, ચીની વિદેશ મંત્રીને જયશંકરની ફટકાર…

આ પણ  વાંચો –જાણો… દેશમાં કઈ જ્ઞાતિના લોકો સૌથી વધુ IAS, IPS અને IFS બને છે?

આ પણ  વાંચો –સુધરી જજો, નહીં તો થઇ શકે છે જેલ! Delhi Metro માં Reels બનાવશો તો થશે FIR…

 

Whatsapp share
facebook twitter