ATSએ ગુજરાતમાંથી વધુ 6 આતંકવાદીઓ પકડ્યા, તમામ લોકો પાકિસ્તાનના સંપર્કમાં હતાં સતત
રાજ્યમાં ફરી એકવાર આતંકવાદી સંગઠનોના સ્લીપર સેલ સક્રિય થવાના ઇનપુટ પર ગુજરાત ATSએ દ્વારા મોટી કાર્યવાહી શરુ કરવામાં આવી છે. ત્યારે ATSએ ગોધરામાંથી 6 શંકાસ્પદ ધરપકડ કરી છે. જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે, ATSએ દ્વારા અગાઉ પણ સુરત અને પોરબંદરમાંથી આતંકવાદી પ્રવૃતિમાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં, ગોધરામાંથી ધરપકડ થયેલ 6 શંકાસ્પદ આરોપીઓને અમદાવાદ એટીએસ હેડક્વાર્ટર ખાતે લાવવામાં આવ્યા છે.
આ 6 આતંકવાદીઓ પાકિસ્તાની સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રાંત સાથે સંકળાયેલા હતાં. આ મામલાની ATSને બાતમી મળી હતી. આ બાતમીના આધારે ગુજરાત ATSએ ગોધરામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે અગાઉ સુરતમાંથી ISKP સાથેના ગાઢ સંબંધોને લઈને ધરપકડ કરાયેલા પાંચ વ્યક્તિઓ સામે ચાર્જશીટ દાખલ કર્યાના માત્ર બે દિવસ પછી હાથ ધરવામાં આવેલા આ સર્ચ ઓપરેશનમાં એક આતંકી દંપતીનો સમાવેશ થાય છે.
તે ઉપરાંત દાખલ કરેલ ચાર્જશીટમાં ઉબેદ નાસિર મીર, હનાન હયાત શૉલ, મોહમ્મદ હાઝિમ શાહ, સુમેરા બાનો અને ઝુબેર સહિત અનેક લોકોના નામ છે. જ્યારે પોલીસ દ્વારા પૂછપરછ કરાઈ હતી, ત્યારે તમામ આરોપીઓએ ખુલાસો કર્યો હતો કે તેઓનો ઈરાદો ઈરાન થઈને પોરબંદર, ગુજરાતથી ટ્રેનિંગ માટે ગેરકાયદેસર રીતે અફઘાનિસ્તાન જવાનો હતો. તે પછી વૈશ્વિક સ્તરે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો હતો.
પરંતુ ખાસ વાત એ છે કે… પકડાયેલા આરોપીઓ સતત પાકિસ્તાનના સંપર્કમાં હતા. જેની ગતિવિધિઓ પર પોલીસ લાંબા સમયથી નજર રાખી રહી હતી. હાલના, તબક્કે વધુ પુછપરછ હાથ ધરી પોલીસ આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે.